હર ઘર તિરંગા: રાષ્ટ્રધ્વજને ફરકાવવાની અને જાળવણી કરવાની સામાન્ય સૂચનાઓ

                                                                                                                                          

                                                                                          

ઘરે કે સંસ્થાનોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતા સમયે આ સૂચનાઓનો ખાસ અમલ કરવો

આગામી તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાશે હર ઘર તિરંગા અભિયાન

અમરેલી તા.૦૫ ઓગસ્ટ, ૨૦૨૨ (શુક્રવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલીને સમગ્ર દેશ સહિત અમરેલી જિલ્લામાં જ્યારે આગામી તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનરુપી રાષ્ટ્રપ્રેમનું પર્વ ઉજવાવાનું છે ત્યારે પોતાના ઘરે, સંસ્થાઓમાં, દુકાનો પર કે અન્ય ઈમારતોમાં તિરંગો લહેરાવા માટે નાગરિકાઓએ કેટલીક સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. ભારતીય ધ્વજસંહિતા ૨૦૦૨ના ભાગ-૨ના ફકરા ૨.૨ની કલમ (XI)માં સુધારો કરવામાં આવ્યો હોવાથી હવે ધ્વજ ખુલ્લામાં અથવા જાહેર સભ્ય/વ્યક્તિના ઘર પર શાનથી લહેરાવી શકાશે. જો કે, નાગરિકોએ રાષ્ટ્રધ્વજને લહેરાવતા સમયે અને લહેરાવ્યા બાદ કેટલીક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

        રાષ્ટ્રધ્વજ નુકસાનીવાળો અથવા ચૂંથાયેલો હોય તો તેને ફરકાવી શકાશે નહીં, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા માટે ધ્વજ નીચે લાવવો નહીં, બીજો કોઈપણ ધ્વજ અથવા ધજા રાષ્ટ્રધ્વજ કરતા ઉંચે કે ઉપરના ભાગમાં કે તેની લગોલગ મૂકવો નહીં, તેમજ ધ્વજની કાઠી પર કે તેથી ઉપરના ભાગાં ફુલ, હારતોરા અથવા મુદ્રા સહિતની કોઈ વસતુઓ મૂકવી નહીં, તોરણ કે ફુલ તરીકે કે ધજા તરીક સુશોભન માટે બીજી કોઈ પણ રીતે ધ્વજનો ઉપયોગ કરવો નહીં, વક્તાના ડેસ્ક પર કે તેમની વ્યાસપીઠ ઉપર ધ્વજ પાથરવો કે વિંટાળવો નહીં, કેસરી રંગ નીચે આવે એ રીતે ધ્વજ લહેરાવવો નહીં, ધ્વજ જમીનને અડકે અથવા પાણીમાં રગદોળાય એમ થવા દેવું નહીં, ધ્વજને નુકસાન પહોંચે તેવી કોઈ પણ રીતે તેને ફરકાવવો કે બાંધવો નહીં, કોઈ પણ પ્રકારે વસ્ત્ર શણગાર તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો નહીં, વાહનના કોઈ પણ ભાગમાં ધ્વજ વિંટવો નહીં, ધ્વજ મેલો થઈ જાય અથવા નુકસાન પહોંચે તેવી રીતે ઉપયોગ કરવો નહીં કે સંઘરી રાખવો નહીં, ધ્વજને નુકસાન પહોંચ્યુ હોય કે મેલો થયો હોય ત્યારે તેને જેમ તેમ ફગાવવો નહિ, ધ્વજની શાન જળવાઈ એવી રીતે આખા ધ્વજનો યોગ્ય અને ગરિમાપૂર્વક જાળવવાનું કાર્ય દરેક નાગરિકની ફરજ છે. કોઈ પણ પ્રકારના પોશાક અથવા ગણવેશના ભાગ તરીકે ધ્વજનો ઉપયોગ કરવો ન જોઈએ. ઓશિકા અથવા હાથ-રૂમાલો પર તેનું ભરતકામ કરવું નહીં કે નેપકીન અથવા પેટીઓ પર તે છાપવો નહીં. ધ્વજ પર કોઈ પણ પ્રકારનું લખાણ લખવું નહીં, કોઈ પણ ચીજ લેવા, આપવા, રાખવા અથવા લઈ જવા માટે પાત્ર તરીકે ધ્વજનો ઉપયોગ કરવો નહીં.

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.