ઓલપાડ જીન કેમ્પસ ખાતે કાર્યરત ઓલપાડ કોટન સહકારી મંડળીના પ્રમુખ મનહરભાઈ કે. પટેલ(કદરામા)ની મુંબઈ ખાતે મળેલ વા.સા.સભામાં કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટરપદે બિનહરીફ વરણી કરવામાં આવી છે.
વિગત મુજબ સુરત જિલ્લાના સહકારી અને રાજકીય અગ્રણી તેમજ ઓલપાડ કોટન સહકારી મંડળીના પ્રમુખ મનહરભાઈ ખુશાલભાઈ પટેલ(કદરામા)
મુંબઈ ખાતે મળેલ કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાની ૧૦૦ મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહી સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મિટિંગમાં મનહરભાઈ પટેલની કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટરપદે બીનહરીફ વરણી કરવામાં આવી છે.જયારે દેશની સૌથી મોટી સહકારી કોટન સંસ્થામાં તેમની ડિરેક્ટરપદે બિનહરીફ વરણી થતા તેમના સમર્થકોમાં આનંદની લહેર સાથે તેમની વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનહરભાઈ પટેલ જહાંગીરપુરા-
સુરત મુકામેની કાર્યરત જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા ઘી પુરૂષોત્તમ ફાર્મસ જીનીંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લી.માં સરકાર નિયુક્ત બોર્ડના પ્રમુખ છે.આ ઉપરાંત તેઓ ઘી ગુજરાત સ્ટેટ કો.ઓ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન અમદાવાદ તથા ઘી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.સ્પિનિંગ મીલ ના ડિરેક્ટરપદે પણ સેવા આપી રહ્યા છે.જયારે તેઓ રાજકીય ક્ષેત્રે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે તથા શૈક્ષણિક ક્ષેત્રે ઓલપાડ કોલેજના ખજાનચીપદે, ઓલપાડ આઝાદદિન સ્મારક કેળવણી મંડળના ઉપપ્રમુખપદે તથા ટકારમા ગામની જ.ર.પટેલ હાઈસ્કૂલના પ્રમુખપદે પણ હાલ સેવા આપી રહ્યા છે.આ ઉપરાંત તેઓ ટકારમા દુધ મંડળીમાં ઉપપ્રમુખપદે તથા કદરામા ગામના માજી સરપંચપદે સેવા આપી ચુક્યા છે.