અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ છે. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. સમાજના હજારો લોકો રેલીમાં બેનર સાથે જોડાયા હતા. જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા છે. તપસ્વી પણ રેલીમાં જોડાયા છે. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. રેલી દરમિયાન લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા. 3 કિમી કરતાં લાંબી રેલી યોજાઈ હતી. જેમાં 15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. રેલી આશ્રમ રોડ પહોંચી ત્યારે રેલીના કારણે એક તરફનો 3 કિમી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કલેકટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મુનિઓ બિરાજમાન થયા હતા, જ્યારે હજારો લોકોની ભીડ રસ્તા પર નારા લગાવી રહી હતી.સવારે 9 વાગે પાલડી ખાતેથી જૈન સમાજના લોકોએ રેલી યોજી હતી. રેલીમાં જૈન સમાજના સાધુ સંતો જોડાયા હતા. સમાજના નાના બાળકો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.સમાજના લોકોએ શેત્રુંજય બચાવવા માટે રેલી યોજી હતી, જેથી પાલડી ખાતે જૈન સમાજના મુનિઓએ શ્લોકોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકોને પોતાનો અવાજ દેશભરમાં પહોંચાડી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું. 500થી વધુ જૈન મુનિઓ રેલી પગપાળા જોડાયા હતા.પાલડીથી 3 કિમી જેટલી લાંબી રેલી શરૂ થઈ હતી જેમાં 15,000 કરતા વધુ લોકો જોડાયા હતા. ઠેર ઠેર જૈન સમાજના લોકો પણ રસ્તામાં ઉભા રહ્યા હતા. રેલી વિશાળ હોવાથી એક તરફનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. રેલીના રુટ પર અલગ અલગ જગ્યાએ નાના સ્ટેજ બનાવીને રેલીને પ્રોત્સાહન માટે સ્પીકર પર સુત્રોચાર કરવામાં આવી રહ્યા હતા.રેલીમાં પણ લોકો પોતાની માંગણીઓને બેનરમાં લખીને મંત્રોચાર તથા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.