નખત્રાણા : તાલુકાના ઉગેડી પાસે આવેલ હનુમાન ટેકરીના સાધુના માદક પદાર્થ ગાંજાના ગુનામાં આરોપીના રેગ્યુલર જામીન અરજી ભુજની સેશન્સ કોર્ટે મંજુર કરી હતી. આ કેસની વિગતો મુજબ ઉગેડી ગામની સીમમાં આવેલ હનુમાન ટેકરી નામની જગ્યાએ બાલકનાથ નામના સાધુ પોતાના કબ્જાની ટેકરીવાળી જગ્યાએ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખેલ છે. અને ગાંજાના છોડવાનું વાવેતર કરેલ છે. માદક પદાર્થ ગાંજાનો જથ્થો મેળવી ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૩૮૬ ગ્રામ કિંમત રૂપિયા ૩૮૬૦નો રાખી બાલકનાથ ગુરૂ કેલાસનાથ વાળાએ પોતાના કબ્જા ભોગવટાની જગ્યામાં વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાના છોડવાઓનું ગેરકાયદેસર રીતે વાવેતર કરી અને છોડ રૂપે ઉછેર કરી વનસ્પતી જન્ય ગાંજાના છોડવા નંગ રપ ની સાથે રેઈડ દરમ્યાન પકડાઈ જઈ આરોપીએ તેમજ અન્ય આરોપીઓ સંડોવાયેલ તે પકડાઈ ગુનો તા.રપ/૯/ર૦રરના નોંધાયો હતો. જેથી આરોપી બાલકનાથ ગુરૂ કેલાસનાથની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ટ માટે માંગ કરાઈ હતી. કોર્ટે આરોપીના રિમાન્ડ નામજૂર કર્યા હતા. ત્યારબાદ આરોપીને જ્યુડી કસ્ટડીમાં મોકલાવવામાં આવ્યા હતા. આરોપી ભુજની સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરેલ જે કોર્ટ મંજુર કરેલ છે. આરોપી એડવોકેટની દલીલો માન્ય રાખી અને આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી હતી. આરોપી પક્ષ તરફે ભુજના વકિલઆર.એસ. ગઢવી હાજર રહી દલિલો કરી હતી.