જિલ્લામાં માર્ગ અકસ્માત અને અકસ્માત મોતના ત્રણ બનાવમાં ત્રણ' યુવાનોની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ' ગયું છે. માંડવી તાલુકાના મોટા લાયજા પાસે એક્ટિવા પલટી ખાઈ જતાં ચાલક પરેશ આશરિયા ઉર્ફે આશા ગઠવીનું તત્કાળ મોત નીપજ્યું હતું, જ્યારે નખત્રાણામાં રિક્ષા-બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ યુવાન ગેમરસિંહ સોઢાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો, તો ભુજમાં ટ્રેન તળે કચડાઈ જવાથી 25 વર્ષીય વિશ્રામ નારણ વાઘેલાએ દમ તોડી દીધો હતો. બીજી બાજુ આદિપુરમાં ઝેરી દવા પી જનારા 45 વર્ષીય ધરમ રમણીકલાલ સોનીએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.' પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના મોટા લાયજામાં માર્ગ અકસ્માતનો બનાવ' ગત તા. 28ના સાંજે 6 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન ભીંસરા પાસે કામ જોવા માટે જતો હતો. આ દરમ્યાન રસ્તામાં શ્વાન આડો આવ્યો હતો. શ્વાનને બચાવવા જતાં ઝડપ વધુ હોવાના કારણે એક્ટિવાના સ્ટીયરિંગ ઉપર કાબૂ ગુમાવી' દીધો હતો અને વાહન લીમડાના ઝાડ સાથે અથડાયું હતું. ચાલકને માથા સહિતના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી.' સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો.' પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.' બીજી બાજુ નખત્રાણામાં અકસ્માતનો બનાવ ગત તા. 29ના સાંજના અરસામાં મામલદાર ઓફિસ સામે બન્યો હતો. જી.જે. 12 એ.વાય. 0149 નંબરની રિક્ષાના આરોપી ચાલકે પૂરઝડપે રિક્ષા ચલાવી જી.જે. 12.ડી.સી. 7412 નંબરની બાઈકને હડફેટે લીધી હતી. હતભાગી ચાલકને માથા સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આજે બપોરે યુવાને દમ તોડી દીધો હતો. ફરિયાદી અજય બાબુ ઈસાક કોલીને અને આરોપી રિક્ષાચાલકને પણ ઈજાઆ પહોંચી હતી.
ભુજમાં જી.આઈ.ડી.સી. રેલવે ફાટક પાસે અકસ્માતનો બનાવ ગત મોડી રાત્રિના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન' ટ્રેન' હડફેટે આવી ગયો હતો. માથા સહિતના ભાગમાં ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ' ટ્રેન હડફેટે મોતનો બનાવ થોડા દિવસો પૂર્વે જ બન્યો હતો. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આદિપુરના અકસ્માત મોતના બનાવ અંગે મળતી' વિગતો મુજબ હતભાગી યુવાને 12વાળી ખાતે પોતાના મકાનમાં ગત તા. 24ના ઝેરી' દવા' પી' લીધી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયો હતો. વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમ્યાન યુવાને દમ તોડી દીધો હતો. બનાવ પાછળનું કારણ અકળ છે