ભુજ,પાલારા જિલ્લા જેલમાં અમદાવાદની ટુકડીની તપાસ દરમ્યાન આજે મોબાઈલ ફોન મળી આવતાં ચકચાર પ્રસરી છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ અમદાવાદથી આવેલી ખાસ તપાસ ટુકડી દ્વારા પાલારા જેલની અંદર આવેલા કપડાના સ્ટોરની પાછળ તપાસ કરવામાં આવી હતી.
ગત સાંજે 4.30 વાગ્યાના અરસામાં કરાયેલી કાર્યવાહીમાં નળની ચોકડીની બાજુમાં ખાડો કરીને છુપાવાયેલો વીવો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતે. ઝડતી સ્કવોડના દેવશી રણમલ કરંગિયાએ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા કેદી સામે ફરિયાદ નોંધાવી' છે. જો મોબાઈલ ફોનનીએફ.એસ.એલ.માં તપાસ કરાય તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે. અગાઉ પણ અનેક' વખત ફોન પકડાયા છે, પરંતુ એક પણ કિસ્સામાં કોણે ઉપયોગ કર્યો, જેલમાંથી કોની સાથે સંપર્ક કર્યો તે સહિતની વિગતો બહાર આવી નથી.