ગાંધીધામ, શહેરનાં સેકટર વિસ્તાર તથા 400 કવાર્ટર વિસ્તારમાં પોલીસે દારૂ અંગેના બે દરોડા પાડીને બે શખ્સોને રૂા. 34,900ના શરાબ સાથે પકડી પાડયા હતા. શહેરનાં સેકટર વિસ્તારમાં લવ ગાર્ડન પાસે ગળપાદરનો રાજેશ જુગલ કિશોર નામનો શખ્સ એકટીવા પર બેસીને દારૂનું વેચાણ કરતો હતો.
તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને નંબર વગરની મોપેડ પર બેઠેલા આ શખ્સને પકડી પાડયો હતો. તેના વાહનમાંથી 100 પાઈપર્સ ડીલક્ષ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 7પ0 એમ.એલ.ની 10 બોટલ કિંમત રૂા. 12,750નો શરાબ હસ્તગત કરાયો હતો. બીજી કાર્યવાહી શહેરના 400 કવાર્ટર ચબુતરાવાળી ગલીમાં કરવામાં આવી હતી. અહીં એકસેસ મોપેડ' ઉપર શરાબ વેંચતા અહીંના જ રાજકુમાર ઉર્ફે રાજા ટેકચંદ ભાનુશાળી નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સના વાહનમાંથી મેકડોવેલ્સ તથા 8 પી.એમ.ની 6 બોટલ કિંમત રૂા. 2200નો શરાબ જપ્ત કરાયો હતો.
આ બંને શખ્સોએ દારૂ ક્યાંથી મેળવ્યો હતો તે પોલીસની તપાસ દરમ્યાન હજુ સુધી બહાર આવ્યું ન હોતું. - મોડાસાથી નાસેલાં કિશોર-કિશોરીને ગાંધીધામ પોલીસે પકડયાં અરવલ્લી જિલ્લાના મોડાસાથી નાસી આવેલા એક કિશોર અને કિશોરીને સ્થાનિક પોલીસે પકડી પાડી અરવલ્લી પોલીસના હવાલે કર્યા?હતા. અરવલ્લીના મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા એક કિશોરે એક સગીરાનું અપહરણ કર્યું હતું. જે અંગે મોડાસા રૂરલ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો.
કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોર વિરુદ્ધ એકાદ મહિના પહેલાં ફરિયાદ થયા બાદ તે પોલીસની પકડમાં આવતો ન હતો. દરમ્યાન તે ગાંધીધામના ચાવલા ચોક નજીક કિશોરી સાથે નજરે પડતા સ્થાનિક પોલીસે બંનેને પકડી પાડયા હતા. કિશોરીને તેના સકંજામાંથી છોડાવી આ બંનેને અરવલ્લી પોલીસના હવાલે કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.' - એટ્રોસિટીના આરોપીઓના અગાઉ આપેલા નિયમિત જામીન પણ રદ : ભુજ, તા. 30 : એટ્રોસિટીના ગુનામાં આરોપીઓ લતીફ સુલેમાન સુમરા, રમજાન સુલેમાન સુમરા, શકુર સુલેમાન સુમરાના આગોતરા જામીન અરજી નામંજુર કરી તેમજ રેગ્યુલર જામીન પણ ભુજની સેસન્સ કોર્ટે રદ કરી હતી.
ભુજના અધિક સેસન્સ જજ વી. વી. શાહે આરોપીઓ દ્વારા કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરી તેમજ અગાઉ આપેલા રેગ્યુલર જામીન પણ રદ કરી ધાક બેસતો ચુકાદો આપ્યો છે. મુળ ફરીયાદીના વકીલ તરીકે જિજ્ઞેશ એચ. બારોટ હાજર રહ્યા હતા. - સેડાતામાં જુગાર રમતા સાત ખેલી કાયદાના સકંજામાં
ભુજ તાલુકાના સેડાતામાં જુગાર રમતા સાત ખેલીને પોલીસે પાંજરે પૂર્યા હતા.' પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ બાતમીના આધારે માનકૂવા પોલીસે આજે બપોરના અરસામાં ગોઢા વિસ્તારમાં દરોડો પાડયો હતો. ખજૂરીના ઝાડ નીચે ધાણી પાસા વડે જુગાર રમતા આરોપીઓ રફિક ઈસ્માઈલ સમેજા, રમજાન લતીફ કાઠી, ઈફતાર ગફુર રાયમા, અભુભખર સિધિક હિંગોરા, મામદ હુશેન હિંગોરા, સાજિદ' આમધ રાયમા અને અબ્બાસ હાસમ હિંગોરાને પોલીસે ઝડપી પાડયા હતા. પડમાંથી રોકડા રૂા. 4,170' કબજે કરાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.'