NFSA યોજના અંતર્ગત પોતાનું રેશનકાર્ડ કમી કરાવવા માટે મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે

બોટાદ જિલ્લામાં આવેલા પુરવઠા વિભાગ હસ્તકના ૧૮૪ જેટલી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારમાં પ્રત્યેક માસે નિર્ધારીત ચીજવસ્તુઓ મેળવતા રેશનકાર્ડ ધારકો પૈકી જેઓ સુખી સંપન્ન પરિવારના હોય, ઘરે ફોરવ્હીલર કે ભૌતિક સુવિધાઓ ધરાવતા હોય, સરકારી નોકરી કરતા હોય તેવા NFSA કાર્ડધારકોને આ યોજનામાંથી નામ કમી કરાવવા અપીલ કરાઈ હતી. 

જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ-૮૦ નાગરિકોએ સ્વૈચ્છિક રીતે સરકારશ્રીની NFSA યોજનામાંથી નામ કમી કરાવ્યા છે. તેમજ બોટાદ જિલ્લામા કેટલાક NFSA કાર્ડધારકો વધુ આવક ધરાવતા, સુખી સંપન્ન, ઘરમા કાર સહિતની વૈભવી સુવિદ્યાઓ ધરાવતા, સરકારી નોકરી હોય છતાં રેશનકાર્ડથી અનાજ-પુરવઠો મેળવતા હોય, રાશન મેળવવા માટે લાયકાત ધરાવતા ન હોવા છતાં અનાજ મેળવતા નાગરિકોને રેશનકાર્ડમાંથી નામ કરી કરાવવા અનુરોધ કરવામાં આવે છે. NFSA યોજના અંતર્ગત પોતાનું રેશનકાર્ડ આ યોજનામાંથી કમી કરાવવા માટે સંબધિત મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

NFSA યોજનામાંથી નામ કમી કરાવેલા કાર્ડની સ્થિતિ

ક્રમ તાલુકાનું નામ રેશનકાર્ડની સંખ્યા રેશનકાર્ડ પૈકી કુલ જનસંખ્યા

૧ બોટાદ (સીટી) ૩૧ ૧૧૯

૨ બોટાદ (ગ્રામ્ય) ૭ ૨૨

૩ ગઢડા ૨૩ ૧૧૬

૪ બરવાળા ૭ ૪૧

૫ રાણપુર ૧૨ ૩૭

કુલ ૮૦ ૩૩૫