થર્ટી ફર્સ્ટને લઇ બનાસકાંઠા જીલ્લાની પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ત્યારે જીલ્લામાં આવેલી ગુજરાત-રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તા. 31 ડિસેમ્બરને લઇ બનાસકાંઠા જીલ્લાની પોલીસે કડક ચેકીંગ હાથ ધર્યું છે. જીલ્લામાં આવેલી ગુજરાત-રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પણ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશી રહેલા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ વાહનોમાં દારૂ સહીત કોઇ પણ પ્રકારની ગુનાહીત ચીજ વસ્તુઓની હેરાફેરી થાય તો તેને ઝડપી પાડવા પોલીસ વાહનોનું ચેકીંગ કરી રહી છે. ત્યારે સાથે સાથે બ્રેથ એનેલાઇઝર ગન અને બોડીવોર્ન કેમેરા દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલક પણ કોઇ પણ નશો કરીને ગુજરાતમાં ન પ્રવેશે તેને લઇ પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.