ગુન્હો તા .૦૫ / ૦૮ / ૨૦૨૨ ના રોજ રજી . થયેલ હોય જે ગુન્હાના કામે આરોપી નં .૧ નાઓ આદિત્ય બિરલા સનલાઈફ કંપની , માણેકપરા , અમરેલી ખાતે બ્રાંચ હેડ તરીકે તથા આરોપી નં .૦૨ આદિત્ય બિરલા સનલાઈફ કંપની , માણેકપરા , અમરેલીમાં મેનેજર તરીકે ફરીજ બજાવતા હોય,જેઓને આ કામના કરીયાદી નીવૃત થયેલ હોવાની જાણ થતાં, ફરીયાદીના નિવૃતીના રૂપિયાનું રોકાણ તેઓની આદિત્ય બીરલા સન લાઇફ કંપની , માણેકપરા , અમરેલીની બ્રાન્ચમાં કરવાનું અને તેના બદલામાં સારૂ વળતર આપવા ફરીયાદી પાસેથી તેઓની નિવૃત્તી સમયે આવેલ રૂપિયા તેમજ બચતના રોકડા રૂપિયા મળી કુલ રૂ .૩૩,૬૦,૦૦૦ / - આદિત્ય બીરલા કંપનીમાં રોકાણ કરવા અલગ અલગ તબક્કે રોકડા અને ચેકથી છેતરપીંડી અને વિશ્વાસધાત કરી લઇ લીધેલ , જે રૂપિયા આરોપી નં .૧ તથા ૦૨ નાઓએ આદિત્ય બિરલા કંપનીમાં રોકવાના બદલે ફરીયાદીને પુછ્યા વિના અન્ય જગ્યાએ રોકાણ કરી ફરીયાદીના ઉપરોક્ત રૂપિયામાંથી એકપણ રૂપિયો પરત નહીં આપી આરોપી નં .૧ તથા આરોપી નં .૦૨ નાઓએ ગુન્હાહિત કાવતરૂ રચી , ફરીયાદી સાથે વિશ્વાસધાત તથા છેતરપીંડી કરી , પ્રોમીસરી નોટ મુજબ ફરીયાદીને રૂપિયા કાયદેસર રીતે પાછા આપવા બંધાયેલ તેમ છતા ફરીયાદીનું અહિત કરી નુકશાન કરી , લેણા રૂપિયા ફરીયાદીને પાછા નહી આપેલ જે અંગે ગુન્હો દાખલ થયેલ . જે અન્વયે આ ગુન્હાના કામે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ . આઇ.જે.ગીડા નાઓના માર્ગદર્શન મુજબ આરોપીઓ વિશે જરૂરી માહિતી મેળવી આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા - ફરતા હોય જેઓ અમદાવાદ ખાતે હોય તેવી હકિકત મળેલ હોય જેથી આરોપીઓ ને અમદાવાદ જઇ પકડી આરોપીઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે .

 પકડાયેલ આરોપીઓની વિગત

 ( ૧ ) હિરેન હસમુખભાઇ જોષી ઉ.વ .૩૫ ધંધો - પ્રા.નોકરી હાલ રહે.અમદાવાદ , ચાંદખેડા , સોનાક્રોસ રોડ , મલબેરી હેબીટેટ , ફ્લેટ નં ૩૦૨ બી - વિભાગ , ન્યુ.સી.જી. રોડ જી.અમદાવાદ મુળ રહેયારી , પશુવાખાના ની પાછળ તા.ધારી જી.અમરેલી ( ૨ ) જીજ્ઞાબેન વા / ઓ હિરેનભાઇ રસીકભાઇ ઉનડકટ ઉ.વ .૪૦ ધંધો - પ્રા.નોકરી હાલ રહે.અમદાવાદ , નવુ વાસણા , પાંચમા માળ ફ્લેટ નં -૫૦૪ , સારાંશ અર્થ એપાર્ટમેન્ટ , વિશાલા ચોકડી પાસે તા.જી.અમદાવાદ મુળ રહે , અમરેલી , ચિત્તલ રોડ , પરીમલ એપાર્ટમેન્ટ તા.જી.અમરેલી.

આમ , આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ ની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી તથા અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. આઇ.જે.ગીડા ના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ. નિકુલસિંહ કે . જાડેજા તથા પો.કોન્સ . સોયેબભાઇ ઓ , જુણેજા તથા પો.કોન્સ . વનરાજભાઇ વી , માંજરીયા દ્વારા કરવામાં આવેલ છે .