આજરોજ માધવબાગ ખાતે નવનિર્મિત ખાડી બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

આજરોજ વોર્ડ નંબર 18 માં આવેલ માધવબાગ ખાતે નવનિર્મિત ખાડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે સુરત મહાનગર પાલિકા દ્વારા નિર્મિત આ બ્રિજ વિસ્તારના રહીશોને મુસાફરી માટે સહાય રૂપ બની રહેશે.

 નવનિર્મિત ખાડીના બ્રિજ ના લોકાર્પણ પ્રસંગે માનનીય મેયર શ્રીમતી હેમાલી બોધાવાલા,શહેર ભાજપ અધ્યક્ષ શ્રી નિરંજાણ ઝાઝમેરા , ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતા પાટીલ , શ્રી સંદીપ દેસાઈ , શ્રી ઘોઘારી પ્રવીણ ,તેમજ શહેર સંગઠન મહામંત્રીશ્રીઓ શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઇ ભીમનાથ,વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ તથા કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ અને માધવબાગ વિસ્તારની વિવિધ સોસાયટીઓના રહીશો ઉપસ્થિત રહ્યા