ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો

----------

મંજૂર કરાયેલ ૧૩૦ અરજીઓ સામે બેન્કો દ્વારા કુલ ૧૬૯ લાખની લોન મંજૂર કરાઈ

-----------

રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ તથા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળી કુલ-૬૧ સ્વ સહાય જુથોને રુ. ૩૨ લાખ ૨૦ હજાર ફાળવવામાં આવ્યા

----------

ગીર સોમનાથ તા. ૨૯: શ્રીરામ મંદિર ઓડિટોરિયમ હોલ, સોમનાથ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો. જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે હેતુથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં.

આ કેમ્પમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથો અંતર્ગત ગીર ગઢડાની ૧૫, કોડીનારની ૪૯, સુત્રાપાડાની ૨૨, તાલાળાની ૧૫, ઉનાની ૨૧ અને વેરાવળની ૮ એમ કુલ ૧૩0 અરજીઓ મંજુર કરીને વિવિધ બેન્કો દ્વારા રુ.૧૬૯ લાખની લોન-કેશ ક્રેડિટ મંજૂર કરવામાં આવી હતી. તેમજ રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ તથા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળી કુલ-૬૧ સ્વ સહાય જુથોને રુ. ૩૨ લાખ ૨૦ હજાર ફાળવવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં કુલ ૨૨૧ સ્વસહાય જૂથોને કુલ ૨,૦૧,૨૦,૦૦૦ જેટલી રકમ ફાળવાઈ હતી.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ જણાવ્યુ હતુ કે, સ્વ સહાય જુથની બહેનો એક એક રુપિયાની બચત કરીને પગભર થઈ છે. સખીમેળાઓમા બહેનો પોતાના હાથબનાવટની ચીજ વસ્તુઓ બનાવી અને વેચીને આર્થિક રીતે પગભર થઇ છે. પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા કે અન્ય કામ માટે નાણાંની જરૂરિયાત જ્યારે ઉભી થાય ત્યારે મૂંઝવણ અનુભવતી નથી. આમ કહી વધુમાં વધુ બહેનોને સરકારની વિવિધ યોજનાઓ લાભ લેવા જણાવ્યું હતું.

પ્રાસંગિક ઉદ્બોધન કરતાં વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે, સરકાર શહેરી વિકાસની સાથે ગ્રામ્ય વિકાસનો પણ ખ્યાલ રાખે છે. નાના ધંધા રોજગાર માટે પણ સરકાર લોન આપે છે સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી છેવાડાના લોકોનુ કલ્યાણ થાય તે માટે સરકાર કટિબધ્ધ છે.

આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શ્રીવાસ્તવ સાહેબે જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગુજરાતના છેવાડાના લોકોને મળી રહ્યો છે. સખી મંડળના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની ઉધોગ ક્ષેત્રે આગળ વધી રહી છે. જે સમગ્ર જિલ્લા માટે આનંદની વાત છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારી તેમજ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં સખીમંડળની બહેનો પણ ઉપસ્થિગીર સોમનાથમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો

----------

મંજૂર કરાયેલ ૧૩૦ અરજીઓ સામે બેન્કો દ્વારા કુલ ૧૬૯ લાખની લોન મંજૂર કરાઈ

-----------

રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ તથા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળી કુલ-૬૧ સ્વ સહાય જુથોને રુ. ૩૨ લાખ ૨૦ હજાર ફાળવવામાં આવ્યા