31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ બુટલેગરોએ 31 ડિસેમ્બર ઉજવવા માટે દારૂની હેરાફેરી વધારી દીધી છે. જેને અટકાવવા અલગ અલગ બ્રાન્ચની પોલીસ અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી રહી છે. ત્યારે કડી તાલુકાના સરસાવના એક ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ રેડ કરીને ઝડપ્યો હતો અને એક ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ વેપાર કરતો ઈસમ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મહેસાણા એલસીબીનો સ્ટાફ કડી તાલુકા તેમજ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન કેટલીક ટીમ કડી પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને કેટલો સ્ટાફ મહેસાણા એલસીબી ઓફિસે હાજર હતો. જે દરમિયાન દિલીપસિંહ સહિતના માણસોને ખાનગી રાહે બાદમી મળી હતી કે, કડી તાલુકાના સરસાવથી માથાસુર જતા રસ્તા ઉપર આવેલા એક ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે.
પોલીસે બાતમીની ખરાઈ કરીને બાતમીના આધારે એલસીબીએ અલગ અલગ ટીમો બનાવીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરતા ખેતરની અંદર આવેલા બોરડીના ઝાડના નીચે વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી 5868 વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની બોટલો તેમજ બિયરના ટીન કબજે કર્યા હતા. તેમજ વેપાર કરતાં ઈસમ રણજીતજી સોઢા સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ રેડમાં એલસીબીએ સ્થળ ઉપરથી રૂ. 6 લાખ 81 હજાર 300નો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ સ્થળ ઉપરથી ફરાર ઇસમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.