ડીસાવળ રોહિત સમાજનો 16 મો શૈક્ષણિક સેમિનાર માં 80 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ નું સન્માન કરાયું..

( બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા ) 

ડીસા માં ડીસાવળ રોહિત સમાજનો 16 મો શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો, જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ નું સન્માન કરાયું હતું..

આ કાર્યક્રમ માં પાંચ એકર જમીન માં શૈક્ષણિક સંકુલ બનાવવા માટે નિર્ણય લેવાયો હતો..

ડીસાવળ રોહિત સમાજના બાળકો પણ પ્રોત્સાહિત થાય તે માટે દર વર્ષે શૈક્ષણિક સેમિનાર નું આયોજન કરવામાં આવે છે..

જે અંતર્ગત આજે ડીસાવળ રોહિત સમાજ ના 16 માં શૈક્ષણિક સેમિનાર નું આયોજન થયું હતું..

જેમાં 80 જેટલા ધોરણ એક થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સરકારી કર્મચારીઓ ને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાયા હતા..

આ કાર્યક્રમ માં સંત રોહીદાસ સેવા કૌશલ્ય દ્વારા અશ્વિન પરમાર અને મુકેશ સોલંકીએ 5 એકર જમીન શૈક્ષણિક સંકુલ બનાવવા માટે આપી હતી..

જે જમીન પર શૈક્ષણિક સંકુલ બનતા રોહિત સમાજના હજારો બાળકોને તેનો લાભ મળશે અને સમાજ માં શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકાશે.. 

કાર્યક્રમ માં સમાજમાં શૈક્ષણિક વિકાસ પર ભાર મૂકવાની સાથે સાથે વર્ષોથી ચાલ્યા આવતા કુરિવાજો ને તિલાંજલી આપવાની તેમજ બંધારણ ના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડ્કર ના શૈક્ષણિક રથ ને આગળ વધારવાનો તેમજ સમાનતા અને બંધુતાનો ભાવ કેળવાય તેવો સંકલ્પ કરાવ્યા હતા..