રવિવાર ના રોજ 212 લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ અને લીંબચ સેવા પરિષદ નડિયાદ આયોજીત સ્નેહ મિલન તથા જનરલ મીટીંગ સહયોગ ભવન વિરપુર રોડ બાલાસિનોર ખાતે 212 લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ ના તમામ ટ્રસ્ટીગણ લીંબચ સમાજ પરિષદ નડિયાદ ના તમામ ટ્રસ્ટીગણ તથા 212 વાળંદ સમાજ ના અગ્રણીઓ તથા લીંબચ સેવા પરિષદ નડિયાદ તથા આણંદ જિલ્લો ખેડા જિલ્લો મહિસાગર પંચમહાલ ના માજી પ્રમુખો મહામંત્રી તથા અગ્રણીઓ આ કાર્યક્રમ હાજર રહેલ હતા આ જનરલ મીટીંગ 212 વાળંદ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર એમ વાળંદ દેવ તથા સમૂહલગ્ન સમિતી પ્રમુખ મહેશભાઈ કોદરભાઈ વાળંદ સેવાલીયા તથા પી કે શર્મા નમનાર તથા રાજેન્દ્રકુમાર શર્મા નડિયાદ અને મહેશભાઈ પારેખ નડિયાદ તથા મંચસ્ત મહાનુભવોનુ ફૂલહાર અને સાલ થી સ્વાગત કરવામા આવેલ હતુ આ મીટીંગ મા સેવા પરિષદ નડિયાદ ના ગત સભાનુ પ્રોસીડીગ નુ વાંચન મહેશભાઈ મહામંત્રી કર્યુ અને સર્વાનુમતે મંજુર કરેલ છે ત્યાર બાદ સદગત પામેલા આત્માને શાંતિ માટે મોન પાડવામા આવેલ હતુ. ઈનામ વિતરણ કાર્યક્રમ અને ચેરીટી કમિશ્નર ની કામગરી બાબતે છણાવટ કરી, 212 વાળંદ સમાજ ના અગ્રણી શ્રી પરસોતમભાઈ દાસ ખાડીવાવ 212 વાળંદ સમાજ મહિસાગર પંચમહાલ અને ખેડામા સમાજની ચાલતી સેવાઓ જેવી કે ઈનામ વિતરણ કાર્યક્રમ સમૂહલગ્ન વિવિધ સેવાની ઝાંખી કરાવી 212 વાળંદ સમાજ ના માજી પ્રમુખ અને સહયોગ બેંન્કના ડીરેક્ટર અને વાળંદ સેવા પરિષદ ના ઉપપ્રમુખ પી કે શર્મા એ 212 વાળંદ સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ નો ચીતાર આપ્યો વાળંદ સેવા પરિષદ દ્રારા પ્રમુખશ્રી અને મહામંત્રી તથા ગણા અગ્રણીઓ એમના પ્રવચનમા આપણા સમાજ ના તેજસ્વી તારલાઓ અને 212 સમાજ બીજા સમાજ કરતા સૌથી સારી પ્રગતિ 212 વાળંદ સમાજની છે આ સમાજમા સૌથી સારા ડોક્ટર ક્લાસવન અધિકાર આ સમાજના છે ઈનામ વિતરણ કાર્યક્રમ મા સૌથી વધુ ઈનામ 212 વાળંદ સમાજ ના વિધાર્થીભાઈ અને બહેનો લઈ ગયા અને આના માટે તમામ ઝેરોક્ષ એક્ત્રીકરણ કરી અમને મોકલવાનુ કાર્ય વાળંદ સમાજ ના ટ્રસ્ટી ગિરીશકુમાર શર્મા પરબીયા એ ખુબ સહયોગ આપેલ છે આપણા સમાજની એકતા અને તાકાત છે આ સંગઠન છે આપડે તો વખાણ કરીએ પણ અન્ય જૂથ આપડા સમાજ ની વાહ વાહ કરે એ માટે આપડા સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે રાજેન્દ્રકુમાર એમ વાળંદ દેવ લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી આટલી નાની ઉમંર મા આટલી પ્રગતિ કરી એમના માટે આવેલ સમાજે નોંધ લીધી એપણ સમાજ માટે ગૌરવની ક્ષણ હતી.આ કાર્યક્રમ મા આભાર વિધી લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ ના ઉપપ્રમુખ શ્રી ભરતભાઇ કે શર્મા આગરવાડાએ કરી હતી અને આવેલ મહેમાનો નુ શાબ્દિક આભાર વ્યક્ત કરેલ છે આ કાર્યક્રમ નુ સંચાલન ગિરીશકુમાર એમ વાળંદ થર્મલ અને નટુભાઈ એસ શર્મા સુતારીયા કરેલ હતુ અને કાર્યક્રમ રાષ્ટ્રગીત નુ ગાન કરી કાર્યક્રમ ને પુર્ણ જાહેર કરેલ હતો કાર્યક્રમ ના અંતે 212 લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ તરફથી ભોજનની વ્યવસ્થા કરેલ હતી બધા ભોજન લઈ કાર્યક્રમ પુર્ણ કરેલ હતો....

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं