ખંભાતમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી.પ્રભુ ઈસુના જન્મ દિવસ પર્વે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ચર્ચ સહિતના ધાર્મિક સ્થળોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા.તેમજ અનેક ખ્રિસ્તી મહોલ્લા, સોસાયટી, ઘરો પાસે કલાત્મક અને આકર્ષક ગભાણ બનાવામાં આવ્યા હતા.ઘરો પર સ્ટાર લગાવવામાં આવ્યા હતા.નાતાલ પર્વે એક બીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.ખંભાતમાં રોમન કેથલિક ચર્ચ ખાતે નાતાલની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

(સલમાન પઠાણ-ખંભાત)