નાની કુંવારસી ગામની પ્રાથમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીઓને બુટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું.

તારીખ ૨૪.૧૨.૨૦૨૨ ના રોજ સવારે બનાસકાંઠા જિલ્લાના પછાત વિસ્તાર એવા દાંતા તાલુકામાં નાની કુવારસી શાળાના વિદ્યાર્થીઓને મુકનાયક ગ્રુપના મોભી એવા આયુ. શ્રી પ્રકાશભાઈ બેંકર સહિત તેમની ટીમ (દિપકભાઈ પરમાર, કિર્તીભાઈ જેવા અન્ય યુવામિત્રો સહિત) દ્વારા આજે છેક અમદાવાદથી આવી દાંતા તાલુકાના ગામડાંમાં બુટ-મોજાંનું વિતરણ કર્યુ.

બાળકોને નવાં નવાં બુટ-મોજા મળતાં તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યાનું પુરતું કારણ છે.

મુકનાયક ગ્રુપ તરફથી ૧ થી ૫ ધોરણ ભણતા વિદ્યાર્થીઓને સ્કુલના બુટ આપવામાં આવ્યા તેમદ જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી તેમજ યોગેશ ખત્રી તરફથી મોજા આપવામાં આવ્યા હતા ઠાકોરદાસ ખત્રી દ્વારા તમામ બાળકોને તેમના હાથેથી બુટ મોજા પહેરાવામાં આવ્યા હતા

આ કાર્યમાં સાથ આપનાર એવા પાલનપુર જીવદયા પ્રેમી તરીકે જાણીતા એવા ઠાકોરદાસ ખત્રી, હરિભાઈ વિષ્ણુ મહારાજ, રેવન્યુ તલાટી જશવંતસિંહ ડાભી, શાળાના શિક્ષક મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો