આજરોજ સાંજના સમયે બેટ દ્વારકાથી યાત્રિકો લઈને તરફ ફરી રહી હતી ત્યારે દરિયામાં વોટ ના કારણે ખૂબ જ ઓછા પાણી થઈ જવાથી વોટ રેતીના ધોવામાં નીચે અટકી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી. ગભરાઈ ગયેલા લોકો મદદ માટે રાહ જોઈ રહ્યા હતા એટલા માં છેલ્લા ફેરા ની બોટ હોવા ને કારણે પાછળ આવી રહે પોલીસ પેટ્રોલ બોટને જોઈ ને લોકોએ મદદ માંગી. જેથી પેટ્રોલિંગ બોટમાં હાજર ડીવાયએસપી સમીર સારડા અને પીએસઆઈ દેવ વાંઝાએ ઓખાથી સંપર્ક કરી ને મદદ નાની બોટ ને બોલાવીને યોગ્ય બંદોબસ્ત કરીને પોલીસે યાત્રાળુઓને બીજી બોટમાં વારાફરતી સ્થાનાંતર કર્યા અને ઓછા માણસો રહ્યા બાદ પોલીસ બોટ થી ધક્કો મારીને રેતીમાં ફસાઈ ગયેલ બોટને પાણીમાં ફરી તરતી કરીને યાત્રિકોને સહી સલામત ઓખાના દરિયા કિનારે પહોંચાડી પોલીસે "rescue operation" પાર પાડ્યું. આ રેસક્યું ઓપરેશનમાં પોલીસ બોટમાં અધિકારીઓ સાથે બોટનાં પાઇલટ, હેકો હરદાસભાઈ, કમાન્ડો દેવશી મુંધવા જોડાયા હતા.