વિસનગર તાલુકા પોલીસે બાતમીના આધારે રેડ કરી તાલુકાના કમાણા થી કડા તરફ સિધ્ધેશ્વરી માતાના મંદિર સામે ખુલ્લા ખરાબામાંથી જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે તેમની પાસેથી જુગાર સાહિત્ય સહિત કુલ મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધ્યો હતો.
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી- જુગારની ડ્રાઇવમાં હતાં. આ દરમિયાન બાતમી મળી હતી કે, કમાણાથી કડા તરફ સિધ્ધેશ્વરી માતાના મંદિર સામે ખુલ્લા ખરાબામાં કેટલાક ઈસમો જુગાર રમે છે. બાતમીના આધારે પોલીસે તે વિસ્તારમાં જઈ રેડ કરતા જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ઠાકોર અમરસિંહ તરસંગજી (નુગરના રહેવાસી), સોલંકી અશોક પ્રહલાદ (નુગરના રહેવાસી) , રમેશ રામજી ઠાકોર (લક્ષ્મીપુરા ધરવડીના રહેવાસી)ને ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી જુગાર સાહિત્ય સહિત રોકડ રકમ રૂ. 12 હજારથી વધુની રકમ કબજે લીધી હતી. ત્રણેય શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.