પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલમાં વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આજે તારીખ 23 12 2022 ને શુક્રવારના રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત *પાટણની પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ* માં ધોરણ 12 કોમર્સ પછી શું? તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો. આ સેમિનાર માં ધોરણ 11 અને 12 કોમર્સ ના 300 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેના અધ્યક્ષ પદે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર *ડો. જે.એચ. પંચોલી સાહેબ* રહ્યા હતા, *સેમિનારના મુખ્ય વક્તા તરીકે અમદાવાદ થી ખાસ પધારેલ ચાર્ટર એકાઉન્ટન્ટ શ્રી નીરવ કોટક* હતા. કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી ધનરાજભાઈ કે ઠક્કર દ્વારા મહેમાનોનું શાબ્દિક અને મોમેન્ટ આપીને સ્વાગત કરવામાં આવેલું કાર્યક્રમની શરૂઆતમાં ડો. જે. એચ. પંચોલી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવા માટે પ્રેરણા રૂપ પ્રવચન પૂરું પાડવામાં આવ્યું હતું. વર્તમાન સંજોગોમાં વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ધોરણ 11, 12 માં વાણિજ્ય પ્રવાહ એ એક સારો વિકલ્પ છે. ધોરણ 12 વાણિજ્ય શાખા બાદ કયા કયા અભ્યાસક્રમમાં જોડાઈ શકે તે બાબત વિદ્યાર્થીઓ સમક્ષ ઉદાહરણ સહિત રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ નીરવ કોટક દ્વારા ખુબજ સરળ ભાષા માં ઉદાહરણો સહિત વિદ્યાર્થીઓને કોમર્સ નો પ્રવાહ એ અત્યારના સમયમાં સૌથી વધુ અર્થ ઉપાર્જન કરી આપતો પ્રવાહ ગણી શકાય તેમજ વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કયા કયા કોર્સમાં જોડાઈ શકે અને તે કોર્સમાં જોડાવા માટે કઈ સંસ્થા નો સંપર્ક કરવો જોઈએ તે બાબત પર ઊંડાણપૂર્વક ની માહિતી આપવામાં આવી હતી. કોમર્સ ના વિદ્યાર્થીઓ સી.એ. , સી.એસ. જેવા પ્રોફેશનલ કોર્સમો જોડાવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ કેવા પ્રકારની મહેનત કરવી જોઈએ અને આ કોર્સમાં કયા વિષયોનો અભ્યાસ કરવામાં આવે તે અંગેની સુંદર રજૂઆત નીરવ કોટક સર દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ કરવામાં આવી હતી. કાર્યક્રમ ને અંતે વિદ્યાર્થીઓ એ ઉત્સુકતા પૂર્વક ઘણા પ્રશ્નો પૂછ્યા હતા જેના નીરવ કોટક દ્વારા સુંદર જવાબો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પછી ધોરણ 12 કોમર્સ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની એ પોતાના અભિપ્રાય માં જણાવ્યું હતું કે,
મોટાભાગ ની શાળાઓ માં સાયન્સના વિદ્યાર્થીઓ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે તથા સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે જ કારકિર્દી સેમિનાર યોજાતા હોય છે જ્યારે શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી પી.પી.જી. એક્ષપેરીમેન્ટલ
હાઇસ્કુલ દ્વારા અમારા માટે એટલે કે વાણિજ્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓ માટે આવો સેમિનાર કર્યો જેનાથી અમોને અમારી કારકિર્દી માટે યોગ્ય ચોઇસ મળી છે તે બદલ શાળા પરિવાર નો દિલ થી આભાર.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પરેશભાઈ ઠક્કર, ભાવેશભાઈ રાવળ , સુપરવાઈઝર શ્રી ગમન ભાઈ સુથાર તથા કોમર્સ ફેકલ્ટી ના તમામ શિક્ષક ગણે ભારે જહમત ઉઠાવી હતી.