ધાનેરા થી સગીરા ને ભગાડી જનાર આરોપી બેંગ્લુરુથી ઝડપાયો..

ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના યાવરપુરા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી તથા સગીરા ને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ બન્નેને બેંગ્લુરુથી શોધી ધાનેરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા..

આરોપી અને સગીરા ને મેડીકલ માટે હોસ્પિટલ મુકવામાં આવ્યા છે.. 

ધાનેરા પોલીસ મથકે યાવરપુરા ગામની સગીરા નું અપહરણ થયાની ફરીયાદ જુલાઇ મહિના માં નોંધાઇ હતી. પરંતુ આ સગીરા ન મળતાં મામલો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો..

જેથી પીઆઈ એ.ટી.પટેલ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ને ટેકનિકલ તપાસ તથા હુમન સોર્સીંગના આધારે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીરા તથા આરોપી બેંગ્લુરુ છે..

જેથી સ્પેશલ ટીમ બનાવી હતી..

 આ ટીમને બેંગ્લુરુ (કર્ણાટક) મોકલી સગીરા તથા આરોપી દેસળાજી માલાજી ઠાકોર ને બેંગ્લુરુ (કર્ણાટક) થી પકડી પાડ્યા હતા..

આ બન્ને ને ધાનેરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા..

પીઆઈ એ.ટી.પટેલ એ જણાવ્યું હતું કે આરોપી અને ભોગ બનનાર સગીરા ને મેડીકલ માટે હોસ્પિટલ મુકવામાં આવ્યા છે..