આજરોજ લોક સેવક સંઘ સંચાલિત લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધશાળા આયોજિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પુરસ્કૃત સર્વ રોગ નિદાન અને સારવાર તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું.
આ કેમ્પમાં સૌ ડોક્ટરશ્રીઓ ના અભિવાદન સન્માન કાર્યક્રમ બાદ કેમ્પની શરૂ થયો હતો જેમાં ડો. દીપકભાઈ શેઠ (કેન્સર વિભાગ), ડો. રાકેશ સિંઘ સાહેબ (સર્જીકલ વિભાગ), ડો. આર. આર. વાણીયા સાહેબ, ડો. મિસ્ત્રી સાહેબ, ડો. ચાર્મી દેસાઈ (મેડિસન વિભાગ), ડો.ભારતીબેન પટેલ (ગાયનેક વિભાગ) ડો. રોહિતભાઈ (રોગ વિભાગ), ડો. અંકિતાબેન ટાંક (દાંત વિભાગ) ડો. નૈમેશભાઈ મહાલીયા (આંખ વિભાગ) તેમજ ડો.સુભાષભાઈ ગરગે, ડો. તારાબેન ગરગે, ડો. ચિરાગભાઈ તેમજ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ની મેડિકલ ટીમ દ્વારા કુલ 450 દર્દીઓની નિદાન સારવાર કરી દવા આપવામાં આવી હતી.
આરોગ્ય મંદિરના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથોસાથ ૨૦ જેટલી વ્યક્તિઓએ રક્તદાન કરી રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો. દરેક રક્તદાતાશ્રીઓને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરાયા હતા. આરોગ્ય કેમ્પની પુર્ણાહુતિ બાદ સૌએ સાથે ભોજન લીધું હતું.
સમગ્ર કેમ્પ લોક સેવક સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિ દાદા ના માર્ગદર્શન અને સૌ શિક્ષક ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.