સાઠ ગામે તું સરપંચના સમાધાનમાં કેમ આવ્યો હતો તેમ કહી 4ઈસમોએ ભેગા મળી 3ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
તારાપુર તાલુકાના સાઠ ગામે રહેતા ચંદુભાઇ વેલાભાઇ રાઠોડ ગતરોજ સાડા દશેક વાગ્યાની આસપાસ ખેતરમાં ગામના સરપંચ ગભરૂભાઇ અજુભાઇ રાઠોડ તથા કુટુંબી ભાણેજ ધનશ્યામભાઇ ધુળાભાઇ ચૌહાણ નાઓની વચ્ચે ખેતરમાં રસ્તા વચ્ચે પુળીયા ખડકવા બાબતે બોલાચાલી થયેલ જે બાબતે સમાધાન થઈ ગયેલ અને સમાધાનમાં ચંદુભાઇ પણ ગયેલ ત્યારે બાદ સાંજના છ એક વાગ્યાની આસપાસ ચંદુભાઇ પોતાના ધર નજીક બુધેજ સાઠ રોડ પર ઉભેલ તે વખતે રોડ નજીક પાનમસાલા ના ગલ્લા પર ચંદુભાઇ નો ભત્રીજો ગણપતભાઇ ભુપતભાઇ રાઠોડ ત્યાં બેઠેલ હતા તે સમયે ગામના બચુભાઇ બુધાભાઇ રાઠોડ, સાગર કાનજીભાઇ રાઠોડ, કનુભાઇ ફતેસંગ રાઠોડ, ચેતનભાઇ ઉર્ફે ભકો ચંદુભાઇ રાઠોડ હાથમાં લાકડાના દંડા લઈ આવી ચંદુભાઇના ભત્રીજા ગણપતભાઇને કનુભાઇ ફતેસંગભાઇ રાઠોડ નાઓ ગમેતેમ ગાળો બોલવા લાગેલ જેથી ચંદુભાઇ ત્યાં ગયેલ તે સમયે ચારેય જણાએ તેઓ કહેવા લાગેલ કે તું સરપંચના સમાધાનમાં કેમ આવ્યો હતો તારા જેટલા માણસો હોય તેટલા બોલાવી લે તેમ કહી ગમેતેમ ગાળો બોલવા લાગેલ જેથી ચંદુભાઇએ ગાળો બોલવાની ના પાડતાં બચુભાઇ એ હાથમાં રહેલ લાકડી ચંદુભાઇને છાતીમાં મારી દીધેલ આ સમયે બુમાબુમ થતાં આજુબાજુ માંથી ગોવિંદભાઈ શીવાભાઈ રાઠોડ તથા ધનશ્યામભાઇ ગોવિંદભાઈ રાઠોડનાઓ છોડાવવા વચ્ચે પડતાં સાગરભાઇ કાનજીભાઇ રાઠોડ નાઓએ લાકડાનો દંડો ચંદુભાઇને માથામાં વાગતા સામાન્ય લોહી નિકળેલ આ વખતે ઝપાઝપી થતાં કનુભાઇ ફતેસંગ રાઠોડે હાથમાંની લાકડી ગોવિંદભાઈ શીવાભાઈ રાઠોડ ને જમણા હાથે કાંડા પર મારી દીધેલ તેમજ ચેતનભાઇ ચંદુભાઇ રાઠોડે હાથમાં રહેલ દંડો ધનશ્યામભાઇ ગોવિંદભાઈ રાઠોડને માથાના ભાગે મારી દીધેલ આ વખતે બુમાબુમ થતાં આજુબાજુના લોકોએ વધુ મારમાંથી છોડાવેલ તે સમયે ચારેય જણા જતાં જતાં કહેતા હતા કે આજેતો તમો બચી ગયા છો ફરીથી અમારૂં નામ લેશો તો જીવતા નહીં મુકીયે તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા તારાપુર પોલીસ મથકે ફરિયાદી ચંદુભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે