તમે અમારા વિરૂધ્ધ ખોટી અરજીઓ કરો છો. કહી ત્રણ શખ્સોએ લોખંડની ટી , ધારીયુ અને છરી જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડતા આ બારામા તેમણે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે . અહી રહેતા દયાબેન બાબુભાઇ રામાણી ( ઉ.વ .૩૭) નામના મહિલા સરપંચે સાવરકુંડલા તાલુકા પેાલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગોરધનભાઇ સાથે મોલડી જવાના રસ્તે બાવળના કાપેલ ઠુઠા સળગતા હોય ત્યાં ઉભા હતા આ દરમિયાન ભાવેશ ભોજભાઇ બોરીચા , લાલો બાબુભાઇ મકવાણા અને ભાણભાઇ ચાપાભાઇ ખાડક નામના શખ્સો ત્યાં ધસી આવ્યા હતા . આ શખ્સોએ કહેલ કે તમે અમારા વિરૂધ્ધ ખોટી અરજીઓ કરો છો કહી લોખંડની ટી અને ધારીયા વડે ઇજા પહોંચાડી હતી . તેમજ ગોરધનભાઇને પણ મારમાર્યો હતો . આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી . બનાવ અંગે પી.એસ.આઇ. જી.એમ.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યાં છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.