ખંભાત તાલુકાના રાલેજ ખાતે આવેલી શ્રીમતી કે.ડી.પટેલ હાઈસ્કૂલ ખાતે ખંભાતની જનરલ હોસ્પિટલ, કાર્ડિયાક કેર સેન્ટરના સહયોગથી થતા સોહિનીબેન હેમેન્દ્રભાઈ પટેલના સૌજન્યથી ઓપરેશન મેડિકલ ગૃપ અમેરિકા દ્વારા નિઃશુલ્ક મેગા સર્જીકલ કેમ્પ એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ, ડોકટર પંડિતની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો.

જેમાં ડૉ. દિનેશ પંડિત, ડૉ. હસમુખ છાંટબાર, ડૉ. ગોસ્વામી, ડૉ. ઝેબાબેન તથા જનરલ હૉસ્પિટલની ટીમ દ્વારા રાલેજ, વત્રા, વાસણા, અને આસપાસના ૪૦થી વધુ દર્દીઓની જનરલ, પ્લાસ્ટીક સર્જરી, ગાયનેક, ઇ.સી.જી જેવા જુદા જુદા વિભાગ દ્વારા તપાસ કરી ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓનું ૨૯મી જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી તદ્દન ફ્રીમાં જનરલ હોસ્પિટલ ખંભાત ખાતે ઓપરેશન કરવામાં આવશે.આ તબક્કે તમામનો શાળામાં આચાર્ય ડૉ. કમલેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

(સલમાન પઠાણ-ખંભાત)