કડી : કડી સુજાતપુરા રોડ ઉપર આવેલા ચંડીગઢ વિસ્તારમાં સ્મૃતિ મંદિર સોસાયટીના કોમન પ્લોટમાં પડેલી હોન્ડા સિટી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરીને 360 વિદેશી દારૂની બોટલ ગાડીમાંથી જપ્ત કરી હતી અને ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડી પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પટેલ ભુવનથી સરદાર બાગ તરફ જઈ રહેલા હતા ત્યારે PSI જે. એમ. ગહેલાવત અને જયદેવસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુજાતપુરા રોડ ઉપર આવેલ સ્મૃતિ મંદિર સોસાયટીમાં એક ગાડી પડેલી છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જેના આધારે PSI તેમજ જયદેવસિંહ, પંકેશકુમાર, સતીશ સહિતનો પોલીસ સ્ટાફ બાટલી વાળી જગ્યા ઉપર પહોંચીને કોલર કરીને રેડ કરતા એક હોન્ડા સીટી ગાડી નંબર MH 1 A 7210 માં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો. પોલીસે તપાસ કરતા અલગ-અલગ નાના-મોટી 360 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 1.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
કડી સુજાતપુરા રોડ ઉપર આવેલ ચંદીગઢ વિસ્તારમાં સ્મૃતિ મંદિરમાં પોલીસે રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. અહીંથી આરોપી કિશન ઠાકોર મળી આવ્યો ન હતો. તેમજ પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ સહિત રૂપિયા 5.80 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.