અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ, જંક્શન પરના દબાણ, મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન-પરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના ભાગરૂપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઝોન)ની રાહબરી માર્ગદર્શન હેઠળ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ન કરવા બાબતે દબાણકર્તાઓને રોડ ઉપર ક્ચરો ન ફેવા સમજૂતી આપવાની ઝુંબેશ હાથ ધરેલ છે.
જે અંતર્ગત દરેક સબ-ઝોનલ કચેરીની હદમાં કામગીરી કરવામાં આવી છે.
વિરાટનગર વોર્ડમાં રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા થી ઠક્કરનગર એપ્રોચ સુધીના ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી ૦૨-નંગ લારી, ૦૨-નંગ ડેડ સીકલ, ૦૧-નંગ પલંગ, ૦૧-નંગ કાર્ટો, ૦૩-નંગ કેરેટ, ૧૩-નંગ નાના, મોટા બોર્ડ તથા ૨૫-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે.
નિકોલ વોર્ડમાં મનમોહન ચાર રરતા થી ખોડિયાર મંદિર થઇ શુકન ચાર રસ્તા થઇ D-Mart સુધીના ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી ૦૧-નંગ લારી, ૦૧-નંગ છત્રી, ૦૧-નંગ સ્કુલ, ૦૧-નંગ પ્લાસ્ટીકના ટબ, ૧૦-નંગ નાનામોટા બોર્ડ તથા ૨૦-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કર્યા હતા.
વસ્ત્રાલ વોર્ડમાં પાંજરા પોળ, એસ.પી.રીંગ રોડ પરના ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી ૦૨-નંગ લારી, ૦૧-ગ ફોલ્ડીંગ ટેબલ, ૨૧-નંગ નાનામોટા બોર્ડ તથા ૧૯-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
- રામોલ-હાથીજણ વોર્ડમાં જશોદાનગર ચાર રસ્તા થી હાથીજણ સુધીના ટી.પી.રસ્તા, ફૂટપાથ, જંક્શન
પરથી ૦૧-નંગ લારી, ૧૪-નંગ નાના/મોટા બોર્ડ તથા ૨૭-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
પૂર્વ ઝોન વિસ્તારમાં જેટ ટીમ દ્રારા જુદા-જુદા વોર્ડના મુખ્ય રસ્તા ઉપર આજ રોજ કુલ-૨૧૦ યુનિટોને
ફૂટપાથ, રોડ પર દબાણ તથા ગંદકી ન કરવા જાણ કરી ૩,૮,૧૦૦ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આમ પૂર્વ ઝોન વિસ્તારમાં આજ રોજ કુલ ૦૬-નંગ લારી, ૦૨-નંગ ડેડ વ્હીકલ, ૦૧-નંગ પલંગ, ૦૧-નંગ કાંટો, ૦૧-નંગ છત્રી, ૦૧-નંગ ટુલ, ૦૧-નંગ ફોલ્ડીંગ ટેબલ, ૦૧-નંગ પ્લાસ્ટીકના ટબ, ૦૩- નંગ કેરેટ, ૫૮-નંગ નાનામોટા બોર્ડ તથા ૮૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે અને જેટ ટીમ દ્રારા જુદા-જુદા વોર્ડના મુખ્ય રસ્તા ઉપર આજ રોજ કુલ-૨૧૦ યુનિટોને ફૂટપાથ, રોડ પર દબાણ તથા ગંદકી ન કરવા જાણ કરી રૂ.૮,૧૦૦ વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.