વિરપુર તાલુકાના ભાટપુરના નાયક ફળિયામાં લોકો પરેશાન બન્યા વિરપુર તાલુકામાં આવેલું ભાટપુર ગામના નાયક ફળિયામાં રસ્તાની સમસ્યાથી પીડાઈ રહ્યું છે.1 કિમી ચાલી ને જુના ભાટપુર ડામર રોડ ઉપર જવાય છે.આમ તો ખોબલા જેવડું ફળિયું છે . પણ રસ્તાના અભાવે 1 કિમી જતા અને 2 કિમી આવતા થાય છે . વસ્તી માંડ 35 ઘરની છે .અમને જણાવતા નાયક ફળિયાના આગેવાન મંગળભાઈ ના જણાવ્યા અનુસાર આઝાદીના વર્ષોથી અમે પાકા રસ્તા માટે માંગણી કરી રહ્યા છીએ પણ આજદિન સુધી અમારો ફળિયામાં આવતો રસ્તો બન્યો નથી અમે અવે થાક્યા છીએ રામભરોશે છીએ રસ્તો બને તો સારુ.વિરપુર તાલુકાની ભાટપુર ગ્રામ પંચાયતમાં આવેલું નાયક ફળિયું ખોબલા જેવડુ છે . આ ફળિયામાં જવા આવવા માટે પાક્કા રસ્તાની સગવડ નથી. ચોમાસુ હોય ત્યારે લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે અને વર્ષો જૂની માંગણી છે લોકોની રજૂઆત કરી ને થાક્યા છે પણ કોઈ તંત્ર ના કાન ખુલતા નથી . રસ્તા કાચા હોવાને કારણે નાયક ફળીયામાં રસ્તાના અભાવે ભાટપુર ગામના નાગરિકોને હાલાકી પડી રહી છે . રસ્તો થાય તો તકલીફ દૂર થાય એમ છે જુના ભાટપુર સ્ટેશન થી બંનેએ બાજુ થી રસ્તો બને એવો છે.ગમે તે એક બાજુએ રસ્તો બની જાય તો સારું . અમારે ત્યાં 108 સુવિધા નો લાભ લેવો હોય તો 1કિમી ચાલી ને ડામર રસ્તા ઉપર જવું પડે છે. નથી કોઈ નેતા કે કોઈ સરકારી અધિકારી આવતા. રસ્તો થાય તો તકલીફ દૂર થાય . » નાયક સુમિત્રાબેન વોર્ડ સભ્ય ની માતા , નાયક ફળિયામાં જવા આવવાની ખૂબ જ મુશ્કેલી રસ્તો બને તો સારું , તકલીફ દૂર થાય એમ છે . અમારા ફળીયા સુધી એકેય પાકો રસ્તો નથી . બધા જ કાચા રસ્તા છે . રસ્તાના અભાવના કારણે બાળકોને ચોમાસામાં સ્કૂલે જવાની તકલીફ પડે છે . અમારા ફળીયા ને જોડતો રસ્તો બને તો સારું , અમારી તકલીફ દૂર થાય તો સારુ . » નાયક લક્ષમણભાઈ વૃદ્ધ ઉંમર 76 કાચા અને ઉબડખાબડ રસ્તે જવાનું થાય છે આટલી ઉંમરે પણ પાકો રસ્તો જોવા નથી મળ્યો રસ્તો પાકો બને એવી આશા છે. 1 કિલોમીટરનો ફેરો છે . કારણ કે ચોમાસામાં આ ગ્રામજનોને હેરાન થઇ એ છીએ . રસ્તે પાણી ભરાઈ જવાને ગ્રામજનોની હાલત ચોમાસામાં અવરજવર બંધ થઈ જાય છે . માણસ જો બીમાર પડી જાય તો તેને દવાખાને કઈ રીતે લઈ જવો એ પણ મોટી સમસ્યા બની જાય છે .