ખંભાત શહેરના મોચીવાડ નાન ફળિયામાં રહેતા પ્રવિણભાઈ સોમચંદ રાણા પરિવાર સાથે અર્ટિકા કારમાં સવાર થઈ અમદાવાદ ખાતે ગયા હતા.ત્યાંથી ગતરોજ પરત ફરતા રાત્રિએ ખંભાતના નેજા ખાતે તેઓની અર્ટિકા કાર ઝાડ સાથે અથડાઈ હતી.જેને કારણે પ્રવિણભાઈ સોમચંદ રાણાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે કારમાં સવાર કાશ્મીરાબેન રાણા, ઇલાબેન રાણા, વર્ષાબેન રાણા, હિતેશભાઈ રાણાને વધતી-ઓછી ઇજાઓ પહોંચી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)