સમીની પી.આર પરમાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરાયું.,,,સ્ટેચ્યુ ઓફ યુનિટી,પોઇચા,પાવાગઢ, ગલતેશ્વર,ડાકોર સ્થળ નિહાળ્યા,,સમી ખાતે આવેલ પ્રેમચંદભાઈ રા પરમાર હાઇસ્કુલ (જય ભારત) સમીના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સરદાર સરોવર ડેમ (સ્ટેચ્યુ ઓફ યુનિટી),પોઇચા,પાવાગઢ,ગલતેશ્વર, ડાકોર જેવા પ્રવાસના સ્થળો પર ગયા હતા..આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થી માં તે પ્રદેશની સંસ્કૃતિ,પ્રાકૃતિક સૌંદર્ય,સ્વચ્છતા,ઋતુગત ભિન્નતા સાથે તેમનું લોકજીવન અને જૈવિક ખેતીનું મૂલ્યાંકન કરીને નિરીક્ષણ કરવાનો હતો...
આ પ્રવાસમાં 55 વિદ્યાર્થી હાજર રહીને શૈક્ષણિક પ્રવાસ માળ્યો હતો.
શાળાના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી શૈલેન્દ્રસિંહ સોઢા એ તમામ પ્રવાસન સ્થળોની સચોટ માહિતી જેતે સ્થળ ઉપર જઈને પૂરી પાડી હતી સાથે ત્યાંની સંસ્કૃતિ અને જૈવિક ખેતીની સચોટ માહિતી પૂરી પાડી હતી..
શાળાના બાળકોએ પોતાના જીવનનો યાદગાર પ્રવાસ બની રહેશે તેમ જણાવ્યું હતું..પ્રવાસને સફળ બનાવવા માટે મહેબુબભાઈ સિપાઈ અને બાલસંગજી ઠાકોરે હાજર રહી પ્રવાસને સફળ બનાવ્યો હતો તે શાળાના આચાર્યશ્રી સંજયભાઈ પટેલ જણાવ્યું હતું..