આટકોટ પંથકના બે યુવકે અલગ અલગ બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ લીધો હતો. બન્ને ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આટકોટ પોલીસ મથક માંથી મળતી વિગતો અનુસાર જૂના પીપળીયા ગામે રહેતા શકુનભાઈ, ઉર્ફે રાહુલભાઈ વિશુભાઈ ગીડા ઉંમર વર્ષ 33એ પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. લાંબા સમયથી તે આ બીમારીની દવા કરી રહ્યા હતા પરંતુ કારગત નીવડતી ન હોવાથી કંટાળી આપઘાત કર્યો હતો જ્યારે બીજો બનાવ ઝુંડાળા ગામે બન્યો હતો અને અહીં રહેતો સાગર પદમાણી ઉંમર વર્ષ 21 તેમણે પણ ઘરે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.સાગરને છેલ્લા થોડા સમયથી પેટમાં દુખાવો રહેતો હતો, તેના કારણે કંટાળીને ફાંસો ખાઈ જિંદગીનો અંત લાવી દીધો હતો. આ બન્ને બનાવમાં બન્ને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી સાણથલીના જમાદાર એફ બી સાગઠીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
જૂના પીપળિયા,ઝુંડાળાના યુવકનું પગલું જસદણ પંથકમાં બે યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવી લીધી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_8d0a5df338c3f9123081d02cb5fec03f.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)