કંડલા બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં દબાણ સર્જાતાં કંડલામાં એક નંબરનું સિગ્નલ લગાડાયું
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં કંડલા બંદરે 1 નંબરનું સિગ્નલ લગાડાયું હતું. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ સાથે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં હળવાં દબાણને પગલે રાજ્યનાં બંદરગાહો પર 1 નંબરનું સિગ્નલ લગાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને પગલે કંડલાના દીનદયાળ પોર્ટમાં 1 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું હતું તથા માછીમારોને આ સમયગાળા દરમ્યાન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*