કિશોર-કિશોરીઓના સશક્તિકરણ અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્ય સાથે યુનિસેફ ગુજરાત અને ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ ભારત દ્વારા યોજાયેલો કિશોરી મેળો

આ કાર્યક્રમના પ્રારંભે ક્રાય-યુનિસેફના જિલ્લા પ્રોજેક્ટ કન્સલ્ટન્ટશ્રી જૈમિનકુમાર રાણાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. આ કાર્યક્રમમા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભૂસારા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જનકકુમાર માઢક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પીનલ બી.રાણપરીયા, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જે.બી.પરમાર, બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઇ પરમાર, આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ સહિત નાંદોદ-ગરૂડેશ્વર તાલુકાના હેલ્થ ઓફિસરશ્રીઓ, શાળાના આચાર્યશ્રી-શિક્ષકશ્રીઓ અને શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 0000