કેવડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ નો સપાટો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

99 હજારના મુદ્દામાલ સાથે 10 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં ચાલતા મોટા જુગાર ધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી 10 આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આરોપીઓ (1) ગણપતભાઈ નંદુભાઈ તડવી (2) વિનુભાઈ છોટાભાઈ તડવી (3) કવિરાજ ભટ્ટભાઈ તડવી (4) હરીશભાઈ ભીખુભાઈ બારીયા (5) ભાવસિંગભાઈ રામસિંગભાઈ તડવી (6) મહેશભાઈ જેઠાભાઇ તડવી (7) ગજેન્દ્રભાઈ ઉર્ફે કાળુભાઈ વણાશીભાઈ તડવી (8) ભૂરાભાઈ મનહરભાઈ તડવી (9) સોમાભાઈ ભગવાનભાઈ તડવી નાઓ રેડ દરમિયાન વરલી મટકાના આંક ફરકના જુગાર રમી રમાડતા ઝડપાઇ આવ્યા દરમિયાન વરલી મટકાનો જુગાર રમાડતો આરોપી (10) ભીખાભાઈ કરસનભાઈ તડવી ભાગી નીકળ્યો હતો જે પોતાના આર્થિક ફાયદા માટે સદર જુગારનો ધંધો ચલાવી આરોપી 01 ને પોતાના ધંધા ઉપર દેખરેખ તથા વલણના હિસાબ માટે નોકરી ઉપર રાખી તથા આરોપી 02 થી 07 નાઓને પોતાના સદર ગુનાના ધંધા ઉપર રાયટર તરીકે નોકરી પર રાખી પોતાનો ગેરકાયદેસરનો વરલી મટકાનો આંક ફરક નો આંકડાનો જુગાર રમી રમાડી ગુનો કરેલ હોય જે તમામ ઈસમો વિરુદ્ધ કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે