ધારી તાલુકાના ખીચા ગામે બુહા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું હતું . જેમાં અમરેલીના ધારાસભ્ય અને ગુજરાતના ઉપ દંડક કૌશિકભાઈ વેકરીયા , ધારીના ધારાસભ્ય જયસુખભાઇ કાકડીયા , અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , ખોડાભાઈ ભુવા , અશ્વિનભાઈ કુંજડીયા , વિપુલભાઈ ભુવા વિગેરે બુહા પરિવાર ના આમન્ત્રણ ને માન આપી ભાગવત કથા રસપાન કરવા ખીચા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ભાગવત કથા રસપાન કર્યું હતું.
ખીચા ગામે બુહા પરિવાર ના આંગણે ચાલી રહેલ ભાગવત કથા શ્રવણ કરવા ગુજરાતના ઉપદંડક વેકરીયા પહોંચ્યા ખીચા ગામે
