પાવીજેતપુર પોલીસ વન કુટીર પાસે સાંજના સમયે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી હકીકત મળેલ કે નંબર વગરની કારમાં વિદેશી દારૂની ખેપ મારવામાં આવી રહી છે જેના આધારે વોચ ગોઠવી ઇંગ્લીશ કોટરીયા નંગ ૨૧૬ જેની કિંમત રૂ. ૪૭, ૦૮૮ તેમજ દારૂની હેરાફેરીમાં વપરાયેલી ગાડી ની કિંમત ₹૪,૦૦,૦૦૦/- મળી કુલ ₹ ૪,૪૭,૦૮૮/- નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે વિદેશી દારૂની ખેપ મારનાર ખેપીઓ દૂરથી જ પોલીસને નિહાળી ગાડી શંકર ટેકરી તરફ ભગાડી હતી, રસ્તો પૂરો થઈ જતા ખેપિયો ગાડી તેમજ વિદેશી દારૂ મૂકી ફરાર થવામાં સફળ થયો હતો. 

              પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પોલીસ ટાઉન મા પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન વન કુટીર પાસે હાજર હતા તે સમયે પોલીસને અંગત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની કાળા કાચવાળી નંબર વગરની સ્વીફટ ગાડીમા દારૂ હોવાની શંકા છે. તેવી બાતમી આધારે પાવીજેતપુર વન કુટીર પાસે વોચ તપાસમા હતા તે સમયે બાતમી વાળી એક સફેદ કલરની સ્વીફટ ગાડી, નંબર વગરની આવતા તેને પોલીસે રોકવા જતા સ્વીફટ ગાડી ચાલકે અચાનક પોતાની ગાડી રીવર્સમા ખાડામા ઉતારીને સ્વામી નારાયણ મંદીર તથા વન કુટીરની વચ્ચે શંકર ટેકરી તરફ જતા રોડ તરફ તેની ગાડી પુર ઝડપે દોડાવી ભાગવા લાગેલ જેથી પોલીસે તેનો પીછો કરતા ગાડી શંકર ટેકરી મંદીર ની બાજુમા આગળનો રસ્તો પુરો થતા ગાડી એક ખાડામા ઉતારી ગાડી મુકીને તેનો ચાલક ભાગી ગયો હતો. જેની આજુબાજુ તપાસ કરેલ પરંતુ કોઈ મળી આવેલ ન હોય જેથી કાર પાસે જઈ જોતા ગાડી ના પાછળના તેમજ આગળના કાચ તુટી ગયેલ હતા તેમજ પાછળના ભાગે તથા જમણી બાજુના પાછળના દરવાજા તરફ ગોબો પડેલ હતો. ગાડીમા તપાસ કરતા ડ્રાઈવરની બાજુની સીટ ઉપર ખાખીના બે બોક્ષ મુકેલ હોય તેમજ વચ્ચેની સીટ ઉપર ત્રણ બોક્ષ પડેલ હોય જેથી પાંચેય બોક્ષને ખોલી જોતા તેમા ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૮૦ મી.લીના એક સરખા માર્કાવાળા કાચની બોટલો નંગ-૨૧૬ મળી આવેલ.

 જેની એક બોટલની કિંમત રૂ.૨૧૮/- લેખે ગણતા રૂ. ૪૭,૦૮૮/-નો વિદેશી દારૂ મળી આવેલ તેમજ પ્રોહી મુદામાલ ની હેરાફેરીમા ઉપયોગ લીધેલ ગાડીની કિ.રૂ .૪,૦૦૦૦૦/- મળી કુલ કિ રૂ.૪,૪૭,૦૮૮/- નો મુદામાલ પાવીજેતપુર પોલીસ જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.