તા.૧૫ થી તા.૧૯ ડિસેમ્બર દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના

તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારા સહિતની ચીજવસ્તુઓને સલામત સ્થળે ખસેડવા અનુરોધ

અમરેલી, તા.૧૪ ડિસેમ્બર, ૨૦૨૨ (બુધવાર) હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૨થી તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જેને ધ્યાને લઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારા સહિતની ચીજવસ્તુઓને સલામત સ્થળે ખસેડવા જરુરી છે. એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત જણસીના જથ્થાને કોઈ નુકશાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવા તેમજ તકેદારીના યોગ્ય પગલાં લેવા આપત્તિ વ્યવસ્થાપન, મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.