મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી : અનાજને નુકશાન ના થાય એ માટે વ્યવસ્થા કરવા સૂચના
દાહોદ, તા. ૧૩ : ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી તા. ૧૪ ડિસેમ્બરના રોજ મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય થી હળવો વરસાદ થવાની આગાહી છે. જે અન્વયે દાહોદના નિવાસી અધિક કલેક્ટરશ્રીએ એપીએમસી તથા અનાજના અન્ય ગોડાઉનમાં અનાજના જથ્થાને નુકશાન ના થાય એ માટે જરૂરી વ્યવસ્થા કરવા સબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું છે.