પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે આવેલ દૂધ મંડળી સામે રોડ ઉપર આવેલ વૃક્ષ થી મોટો અકસ્માત સર્જાય તેવો જનતાને ભય લાગી રહ્યો છે.
પાવીજેતપુર તાલુકાનું મોટી આમરોલ ગામ સાત ફળિયાનું તાલુકાનું સૌથી મોટું ગામ હોય, ત્યારે આ ગામમાંથી પસાર થતા રસ્તા ઉપર જ્યાં દૂધ મંડળી આવેલી છે તેની બિલકુલ સામેથી રોડ પસાર થાય છે અને આ રોડ ઉપર એક મહુડા નું વૃક્ષ આવેલું છે જેને કારણે અકસ્માત થવાનો ભય જનતાને સતાવી રહ્યો છે.
આ રસ્તાનો ઉપયોગ પાવીજેતપુર તાલુકાના જ નહીં પરંતુ છોટાઉદેપુર તાલુકાના નાની હરવાંટ,મોટી હરવાંટ, બોપા, માલધી, ધરમજ વગેરે ગામોના લોકો પણ બહુળા પ્રમાણ માં ઉપયોગ કરે છે. આ રોડ વળાંકો વાળો હોય અને રોડો એકંદરે સારા બની ગયા છે, ત્યારે વર્તમાન સમયમાં લોકો પૂરપાટ ઝડપે પોતાના વાહનો દોડાવી રહ્યા છે ત્યારે આ વૃક્ષ મોટી હોનારત નોતરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તંત્ર દ્વારા વૃક્ષની આગળ બોર્ડ પણ લગાવ્યું છે પરંતુ આ વૃક્ષ રોડ ઉપર આવેલું હોય તો તંત્ર સૌપ્રથમ વૃક્ષને દૂર કરે તેવી આ વિસ્તારની જનતાની બુલંદ માંગ ઉઠી છે.
આમ, પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે રોડ ઉપર આવેલ વૃક્ષના કારણે જનતાને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો તંત્ર આ અંગે ઘટતું કરે તે જરૂરી છે.