ગુજરાતમાં બોટાદ લઠ્ઠાકાંડ સર્જાયા બાદ હોબાળો થતા શરૂ થયેલી તપાસમાં રોજના કરોડો રૂપિયાના દારૂના ધંધાની વાતો અને કરોડોના હપ્તાની ચોંકાવનારી વાતો સામે આવી છે માત્ર ત્રણ મોટા બુટલેગરની તપાસ દરમિયાન જ કરોડોના વહીવટ અને કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે આંગળીઓ ઉઠી છે,પણ આ બધુ ચાલી રહ્યું છે તે વાત ખુલ્લી પડી ચુકી છે અને વાત ભુલાઈ પણ જશે અને ફરી એજ રફતાર સાથે બધું ચાલવા માંડશે તેમાં કોઈ શક નથી કારણ કે ગુજરાતમાં દારૂબંધી 1960થી હોવા છતાં સૌથી વધુ દાણચોરીનો ધંધો દારૂનો છે તેમાં અબજો રૂપિયાનો ધંધો હોય છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આપને જણાવી દઈએ કે સ્થાનિક પોલીસ દારૂના ધંધા સાથે બુટલેગર સાથે પોતાનું સેટીંગ કરે તો દરોડા કોણ કરે તેવો સવાલ ઊભો થતા DGPના વિજિલન્સ સ્કવૉડની રચના થઈ જે હાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રકારે CID ક્રાઈમમાં CI સેલ પણ અસ્તીત્વમાં છે. આ બંન્ને એજન્સી રાજ્ય વ્યાપી છે અને જો તેઓ પ્રામાણિક પણે ઈચ્છે ત્યાં અને તેની હદમાં દરોડા પાડી શકે અને દારૂ સાવ બંધ કરાવી શકે તેમ છે.

ગુજરાતમાં પોલીસ તેમજ SMC દ્વારા અમુક દારૂના કેસ કરીને વિભાગ કાર્યરત છે તેવું બતાવે પણ છે પણ સંપૂર્ણપણે દારૂનો ધંધો બંધ થતો નથી.

હવે આ ધંધામાં પોલીસ પાસે દારૂની પહેલી બાતમી બાતમીદારો પાસેથી પહોંચે છે, જેમાં ચોક્કસ વાહનનો નંબર મળી જાય અને તે વાહન નાકાબંધી દરમિયાન પકડાઈ જાય. ઉપરાંત ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂ પડોશી રાજ્યની ફેકટરીઓ ઉપરથી આવતો હોય છે ત્યાં પણ ધંધાકીય હરિફાઈ ચાલતી હોય છે જેના કારણે તેઓ પ્રતિસ્પર્ધીનો દારૂ પકડાવવામાં ગુજરાત પોલીસની મદદ કરે છે.

જ્યારે રાજ્ય બહારની દારૂની ફેકટરી કે ધંધા સ્થળેથી દારૂ ભરાતો હોય તેવા સમયે પ્રતિસ્પર્ધી કે તેના માણસો તે વાહનમાં ક્યાંક ડ્રાઈવરની નજર ચુકવી GPS ચોંટાડી દઇ ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરી દે છે. આમ ટ્રક નીકળે તેની સાથે પોલીસના અધિકારીઓ ટ્રકમાં લાગી ગયેલા જીપીએસના આધારે અધિકારીઓને GPSના કારણે ટ્રકનું નિશ્ચિત લોકેશન મળતુ હોય છે.

અલબત્ત જે વિસ્તારમાં દારૂની ટ્રક ઝડપાય તે વિસ્તારમાં DGP દસ હજાર કરતા વધુ દારૂ મળે એટલે કાર્યવાહી કરે અને સ્થાનિક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો પણ નિયમ છે.

ગુજરાતમાં દારૂબંધી નો અમલ કરવા હાલતો રાજ્ય સરકારે આદેશ કર્યો હોય પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને ઠેરઠેર રેડ કરવામાં આવી રહી છે છતાં દારૂના બંધાણીઓ દારૂ શોધીજ લે છે.

ગુજરાતમાં રોજના કરોડોના થઈ રહેલા ધંધા મામલે ભારે ચર્ચા છે અને બંધી હોવાછતાં છૂટ થી મળતા દારૂ અંગે કોઈ અસરકારક દારૂબંધીનો અમલ ક્યારેય થયો નથી તેની પોલ સતત ખુલતી રહી છે.