આવતીકાલે સોમવાર અને 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. વડાપ્રધાન અને અન્ય VVIP મહાનુભાવો હાજરી આપશે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે જ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 

આ પછી તેઓ સીધા ગાંધીનગર રાજભવન જશે. સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. ત્યારબાદ કેબિનેટના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે.

  સોમવારે ગાંધીનગરના સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી-નિયુક્ત ભૂપેન્દ્ર પટેલનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન અને અન્ય VVIP મહાનુભાવો હાજરી આપશે. જેના કારણે સુરક્ષા અને વ્યવસ્થા હેઠળ સચિવાલય પરિસરના પાર્કિંગમાં હંગામી ધોરણે એન્ટ્રી નિષેધ કરવામાં આવી છે. 

નવા સચિવાલય સંકુલમાં આવેલી અન્ય કચેરીઓના તમામ વિભાગો, સર્વે અધિકારીઓ, કર્મચારીઓને તેમના વાહનો પાર્ક કરવા સૂચના આપવામાં આવી છે. જે મુજબ નવા સચિવાલય સંકુલમાં આવેલ બ્લોક નંબર 1 થી 14 સુધીના તમામ વિભાગો, અન્ય કચેરીઓ પણ

  સ્વર્ણિમ પરિસર-1 અને સ્વર્ણિમ પરિસર-2 માં કામ કરતા વર્ગ-1 થી 4 ના તમામ અધિકારીઓ/કર્મચારીઓને તેમના તમામ સરકારી અને ખાનગી વાહનો સચિવાલય, બ્લોક નંબર 2 અને બ્લોક નં.ની સામેના પાર્કિંગમાં પાર્ક કરવા જણાવાયું છે.