ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.કે.વાઘેલા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને શ્રી જે.ડી. શાહ હાયર સેકન્ડરી અને સાયન્સ સ્કૂલમાં સાયબર વિકની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સેલ્કી સાયબર સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને સાયબર એક્સપર્ટ ધુવેશકુમાર પંચાલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને નિદર્શન આપી સાયબર એવરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં બાળકોને રોજબરોજ બનતા સાયબર ક્રાઈમની ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી.તથા એથિકલ હેકિંગ અને સાયબર સિક્યુરિટી વિશે અગત્યની જાણકારી આપવામાં આવી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)