જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીમાં જાહેર થયેલા પરિણામોમાં 7 પૈકી 6 બેઠકો ભાજપે કબજે કરી હતી. જેમાં 2017ની જેમ 7000 મતોની લીડથી વિજાપુર એકમાત્ર બેઠક ભાજપે ગુમાવી છે. બાસણા મર્ચન્ટ કોલેજ ખાતે પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે યોજાયેલી મત ગણતરીના પરિણામોમાં 2017ની જેમ આ વખતે પણ ભાજપ મહેસાણા, ખેરાલુ, કડી, બહુચરાજી, ઊંઝા અને ખેરાલુ છ બેઠકો પર વિજયી બન્યું છે. જ્યારે એકમાત્ર વિજાપુર બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે.
- મહેસાણામાં ભાજપ ઉમેદવાર મુકેશભાઈ પટેલને 98,816 મત મળ્યા, જેની સામે કોંગ્રેસ ઉમેદવાર પી.કે. પટેલને 53,022 મત મળ્યા છે. મુકેશભાઈ પટેલએ 45,761ની લીડથી જીત મેળવી છે. મહેસાણામાં 2012માં 24205 અને 17માં 7137 મતે વિજેતા બનેલા નીતિનભાઈ પટેલ કરતાં વધુ 45761 મતની લીડથી ભાજપના મુકેશ પટેલ વિજયી થયા છે.
- વિસનગરમાં ભાજપ ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલને 88,356 મત મળ્યા, જેની સામે કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલને 53,951 મત મળ્યા છે. ઋષિકેશભાઈ પટેલએ 34,405ની લીડથી જીત મેળવી છે. વિસનગર બેઠક પર ગત 2017ની ચૂંટણી કરતા ઋષિકેશ પટેલ કોંગ્રેસના કિરીટ પટેલ સામે 34,405 મતથી જીત્યા હતા.
- બેચરાજીમાં ભાજપ ઉમેદવાર સુખાજી ઠાકોરને 69,872 મત મળ્યા, જેની સામે કોંગ્રેસ ઉમેદવાર પી.કે. પટેલને 58,586 મત મળ્યા છે. સુખાજી ઠાકોરએ 11,286ની લીડથી જીત મેળવી છે. ગત વર્ષે કોંગ્રેસ જ્યાંથી વિજેતા બની હતી, તે બહુચરાજી બેઠકો પર ડો. સુખાજી ઠાકોર કોંગ્રેસના ભોપાજી ઠાકોર સામે 11286 મતથી વિજય થયા છે.
- કડીમાં ભાજપ ઉમેદવાર કરશનભાઇ સોલંકીને 1,07,052 મત મળ્યા, જેની સામે કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ પરમારને 78,858 મત મળ્યા છે. કરશનભાઈ સોલંકીએ 28,194ની લીડથી જીત મેળવી છે.
- ખેરાલુ બેઠક ઉપર અણધાર્યું પરિણામ આપીને ભાજપના સરદારભાઈ ચૌધરી કોંગ્રેસના મુકેશ દેસાઈ સામે 3964 લીડ સાથે જીત મેળવી છે. ખેરાલુમાં ભાજપ ઉમેદવાર સરદારસિંહ ચૌધરીને 55,460 મત મળ્યા, જેની સામે કોંગ્રેસ ઉમેદવાર મુકેશ દેસાઈને 51,496 મત મળ્યા છે. સરદારભાઈ ચૌધરીએ 3964ની લીડથી જીત મેળવી છે.
- વિજાપુરમાં ભાજપ ઉમેદવાર રમણભાઈ પટેલને 71,696 મત મળ્યા, જેની સામે કોંગ્રેસ ઉમેદવાર સી.જે. ચાવડાને 78,749 મત મળ્યા છે. સી.જે. ચાવડાએ 7053ની લીડથી જીત મેળવી છે. જ્યારે ભાજપનો ગઢ ગણાતી એકમાત્ર વિજાપુરની બેઠક સી.જે. ચાવડાએ 7053 મતોથી ભાજપના રમણભાઈ પટેલને હરાવી કોંગ્રેસે કબજે કરી છે.
- ઊંઝામાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલને 88,561 મત મળ્યા, જેની સામે કોંગ્રેસ ઉમેદવાર અરવિંદભાઈ પટેલને 37,093મત મળ્યા છે. કિરીટ પટેલે 51,468ની લીડથી જીત મેળવી છે. છેલ્લે ઊંઝામાં વર્ષ 1990માં જનતાદળમાંથી ચીમનભાઇ પટેલ સૌથી વધુ 70475 મતોના માર્જીનથી જીત્યા હતા,ત્યારપછી ઊંઝાના 32 વર્ષમાં યોજાયેલ 8 ચૂંટણીમાં સૌથી વધુ 51468 મતોની લીડથી ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં પાટીદાર અનામત આંદોલનને લઈ બહુચરાજી અને ઊંઝા બે બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી હતી.
આ વખતે મુકેશ પટેલને ભાજપે મેદાને ઉતાર્યા અને મુકેશભાઇએ છેલ્લા 59 વર્ષમાં 1963 થી યોજાયેલ 15 ચૂંટણીઓમાં હરીફ કરતાં સૌથી વધુ 45794 મતની લીડથી બેઠક હાંસલ કરીને મહેસાણા બેઠકને ભાજપની જીતમાં સવાઇ કરી છે. ઊંઝામાં ભાજપના કે.કે. પટેલે સૌથી વધુ 51468 મતોના માર્જીનથી ઉપર જીત મેળવી છે.છેલ્લે ઊંઝામાં વર્ષ 1990માં જનતાદળમાંથી ચીમનભાઇ પટેલ સૌથી વધુ 70475 મતોના માર્જીનથી જીત્યા હતા,ત્યારપછી ઊંઝાના 32 વર્ષમાં યોજાયેલ 8 ચૂંટણીમાં સૌથી વધુ 51468 મતોની લીડથી ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.