ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી વરસાદનું જોર ઘટી ગયું હતું. પરંતુ હવે ફરીવાર હવામાન વિભાગે આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે.હવામાનની આગાહી અનુસાર રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
  • ગુજરાત માટે આગામી 5 દિવસ અતિભારે
  • આજે રાજ્યનાં 11 જિલ્લાઓને મેઘરાજા ઘમરોળશે
  • આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
  • આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના

હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસશે. આજે અમદાવાદમાં સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડશે.બીજી બાજુ તારીખ 6 ઓગસ્ટના રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.’