ભરૂચ એલ.સી.બી.ની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી મળેલ ખાનગી બાતમી આધારે નેત્રંગ પો.સ્ટે. પ્રોહિબીશનના ગુનાના આરોપી મિતેશભાઇ ઉર્ફે કાલુ ઇશ્વરભાઇ વસાવા રહે,નવાગામ કરારવેલ તા-અંક્લેશ્વર જી-ભરૂચનો છેલ્લા એક વર્ષથી પોલીસ ધરપકડથી નાસતો ફરતો હોય બાતમી હકીકત આધારે ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં આવેલ લંચ બોક્સ હોટલ પાસેથી જડપી લઇ સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.
નેત્રંગ પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનાના એક વર્ષથી નાસતો ફરતા આરોપી ને ઝઘડિયા જીઆઇડીસી માથી જડપી પાડતી એલસીબી

