બે માસથી ઉધરસ આવતી હોય અને હ્દયમાં ગાંઠનું નિદાન થતાં અંતિમ પગલું ભર્યું .

ધારી તાલુકાના સરસીયામા રહેતા આધેડે બિમારીથી કંટાળી જઇ ઝેરી દવાના ટીકડા ખાઇ લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા .

જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ .

જાણવા મળતી વિગત મુજબ ઘોહાભાઇ નાજાભાઇ ખાંભલા ( ઉ.વ .૫૪) નામના આધેડને છેલ્લા બે માસથી સખત ઉધરસ આવતી હતી .

તેને હ્દયમા ગાંઠ હોવાનુ નિદાન થયુ હતુ .

તેણે બિમારીના કારણે ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ લીધા હતા .

આધેડને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા .

જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતું .

બનાવ અંગે ભરતભાઇ ઘોહાભાઇ ખાંભલાએ ધારી પોલીસ મથકમા જાણ કરી હતી .

બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.વી.મકવાણા ચલાવી રહ્યાં છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.