ગુન્હાની વિગત : - ગઇ તા .૦૭ / ૦૩ / ૨૦૨૨ નાં રોજ ફરીયાદી જયાબેન વા / ઓ હરીભાઇ ડાળાવાડીયા , રહે.ગીદરડી , તા.ખાંભા, વાળાએ ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ આપેલ હતી,કે
પોતાની ૧૬ વર્ષ ૧૧ માસની દિકરી જયશ્રી ને આરોપી સંજયભાઇ ભગાભાઇ બારૈયા રહે.ગીદરડી તા.ખાંભા , જી.અમરેલી વાળાએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી , ફરીયાદીના કાયદેસરનાં વાલીપણામાંથી ભગાડી લઇ ગયેલ હતો .
તે અંગે ખાંભા પો.સ્ટે.માં ફર્સ્ટ ગુ.ર.ન ૧૧૧૯૩૦૨૦૨૨૦૨૩૦૪૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩ , ૩૬૬ , તથા પોકસો એકટ કલમ ૧૮ વિ . મુજબથી ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો .
અને આ અંગે નામદાર ખાંભા કોર્ટ તરફથી મજકુર ઇસમને પકડી પાડવા સારૂં સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું .અને મજકુર ઇસમ અમરેલી જીલ્લાનાં નાસતા ફરતા આરોપીઓની યાદીમાં લીસ્ટેડ હતો .
પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર ગૌતમ પરમાર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય .
જે અન્વયે હિમકર સિંહ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અત્રેનાં જીલ્લાના નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય
જે આધારે એ.એમ.પટેલ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.નાંઓની ટેકનિકલ મદદ તથા કે.જી.મયા ( ગઢવી ) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને મળેલ ચોકકસ બાતમી આધારે
ખાંભા પો.સ્ટે . ફર્સ્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૨૭૨૨૦૨૩૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩ , ૩૬૬ , તથા પોકસો એકટ કલમ ૧૮ વિ . મુજબનાં કામે છેલ્લા નવેક માસથી નાસતા ફરતા આરોપીને
તા .૦૪ / ૧૨ / ૨૦૨૨ ની રાત્રિ દરમ્યાન જુનાગઢ જીલ્લાનાં માણાવદર તાલુકાનો ચુડાવા ગામની સીમમાં આવેલ નિર્મળભાઇ દરબારની વાડીએથી પકડી પાડી ,
આગળની તપાસ થવા સારૂ ખાંભા પો.સ્ટે . તરફ જાણ કરવા અમરેલી સીટી પો.સ્ટે . ખાતે સોપી આપેલ છે . પકડાયેલ આરોપી : - સંજયભાઇ ભગાભાઇ બારૈયા ઉ.વ .૨૨ , રહે.ગીદરડી , તા.ખાંભા , જી.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , હિમકરસિંહ નાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળએ.એમ.પટેલ , પોલીસ ઇન્સપેકટર , એલ.સી.બી.શાખા અમરેલી તથા કે.જી.મયા ( ગઢવી ) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ASI જીતેન્દ્રભાઇ મકવાણા , શ્યામકુમાર બગડા , હેડ કોન્સ . હેડ કોન્સ . જયપાલસિંહ ઝાલા , બ્રીજરાજસિંહ વાળા , નરેશભાઇ લીંબડીયા , દેવાયતભાઇ ભેડા , ફારૂકભાઇ કામ એ રીતના રોકાયેલ હતા .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.