આણંદ જિલ્લામાં 21 ટકાથી વધુ મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. વધુ મતદાનની આશા આણંદમાં સેવાઈ રહી છે. આણંદમાં અત્યાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે. ત્યારે યુવાનોથી લઈને સિનિયર સિટીઝન મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્રિપાંખિયામાં ભાજપ, કોંગ્રેસના રિપીટ ઉમેદવારો વચ્ચે જંગ છે ત્યારે મતદારો દ્વારા તેમના ભાવી આજે નક્કી કરવામાં આવી રહ્યા છે. 

આણંદ જિલ્લાના 17.66 લાખ મતદારો 2,368 ઈવીએમમાં ​​જિલ્લાના 69 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. વધુ મત મેળવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા. 

ખાસ કરીને આજે મતદાન છે ત્યારે 8 ડીસેમ્બરે રીઝલ્ટ આવી રહ્યા છે. આણંદ જિલ્લાની 6 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ત્યારે 7 બેઠકોના 1810 મતદાન મથકો પર 2368 અને 2631 EVM લગાવવામાં આવ્યા છે તેની સાથે 9050 મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં મતદાન મથકો પર 2918 પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત છે આ સુરક્ષા વચ્ચે અત્યારે મતદાનનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. 

આણંદ જિલ્લાની 7 બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી મતદાન શરુ થયું છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આણંદ જિલ્લામાંથી 69 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના ગઢ સમા આણંદ જિલ્લામાં ભાજપે વધુ બેઠકો મેળવવા માટે ભરપૂર પ્રયાસ કર્યા છે. અહીં સીધો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. જો ત્રીજા પક્ષના ઉમેદવારોને 1500 થી 2000 મતો અને અપક્ષોને 3000 મતોનું નુકસાન થાય તો ભાજપ-કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ વખતે જિલ્લાની 4 બેઠકો પર જીત-હાર નજીવી સરસાઈથી નક્કી થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.