પાવીજેતપુર નગરમાં વયો વૃદ્ધ ૯૯ વર્ષના પરાગ કાકાએ મતદાન કરી, મતદાન કરવા યુવાનોને હાકલ કરી હતી. જ્યારે પાવીજેતપુર હાઈસ્કૂલના બે બુથો ઉપર સખી બુથો નું આયોજન કરવામાં આવ્યું હતું. 

            છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો ઉપર બીજા તબક્કામાં મતદાન નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી ધીમી ગતિમાં મતદાનની શરૂઆત થઈ હોય ત્યારે બપોરના સમયે પરાગજીભાઈ નાથાભાઈ રોહિત જેઓની ઉંમર ૯૯ વર્ષ હોય તેઓ પોતાના પૌત્રો સાથે ગાડીમાં આવી, વોકર ના સહારે તેમજ પૌત્રોના સહારે આવી પાવીજેતપુર ૩૩૧ નંબરના બુથ ઉપર મતદાન કરી મતદાન જાગૃતિમાં સહકાર આપ્યો હતો. સાથે સાથે તેઓએ આ સમયે યુવાનોને જોશ અને જોમથી વધુ મતદાન કરવાની હાંકલ પણ કરી હતી. 

           વર્તમાન સમયમાં મહિલા સશક્તિકરણ નું પૂર જોશમાં આયોજન ચાલી રહ્યું છે ત્યારે પાવીજેતપુર હાઈસ્કૂલમાં બંને બુથો પિંક બૂથ તરીકે એટલે કે સખી મતદાન મથકોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બંને બુથોનો સગડો વહીવટ મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યો હતો. ખૂબ શાંતિ પૂર્વક અને વ્યવસ્થિત રીતે મતદાન યોજવામાં આવ્યું હતું. 

         આમ, પાવીજેતપુર હાઇસ્કુલ ના બંને બુથો સખી બુથો તરીકે આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પાવીજેતપુર પ્રાથમિક શાળાના ૩૩૧ નંબરના બુથ ઉપર ૯૯ વર્ષના વયો વૃદ્ધ કાકા પરાગજીભાઈ નાથાભાઈ રોહિતે મતદાન કરી યુવાનોને મતદાન કરવાની હાંકલ કરી હતી.