(૧) રાજુલા વિધાનસભા ના રાજકીય   

        સમીકરણો.

પ્રથમ ક્રમે કોંગ્રેસ ના અંબરીષભાઈ ડેર રહે તેવા સમીકરણો વરતાઈ રહ્યા છે.અને વિજય માળા પહેરછે.

તેઓ સીટિંગ ધારાસભ્યછે. જમીની નેતા છે, છેલ્લા પાંચ વર્ષમા વિધાનસભા મા વધારેમા વધારે પ્રશ્નો ઉઠાવવા ની છબી ધરાવતા નેતામાના એક છે.

પાંચ વર્ષ સીટિંગ ધારાસભ્ય પદે રહ્યા બાદ બહોળું મિત્રસર્કલ બનાવવામા સફળ રહ્યા છે. મતદાતાઓમા ફેસ ટુ ફેસ ઓળખ કેળવી હ્રદય મા સ્થાન મેળવવા મા ખુબજ સફળ રહ્યા છે.

લોકોના નાના મોટા પ્રશ્નો સાંભળી પ્રશ્નો ઉકેલવામા પણ સફળ રહ્યા છે.

સમયે સમયે યોગ્ય નિર્ણય લેવામા માહિર નેતા તરીકે ની છબી ધરાવતા નેતા

(૨) બીજા ક્રમે કુકર ના નિશાન સાથે અપક્ષ ઉમેદવાર કોળી પટેલ સમાજ ના કરણ પટેલ રહે તેમ લાગી રહ્યું છે.

જે અમરેલી જિલ્લા કોળી સમાજ ના પ્રમુખ છે. જે વર્ષો થી કોળી સમાજ તેમજ અન્ય સમાજના કાર્યો કરતા આવ્યા છે. સમૂહ લગ્નો, ધાર્મિક કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિ કરતો ભામાશા નામનો જીવ છે. દયાળુ, નિર્મળ અને નિખાલસતા અને એકદમ સાલષ સ્વાભાવ ની મિલનસાર વ્યક્તિ છે. દરેક સમાજને સાથે લઇ ને ચાલનાર વ્યક્તિ છે. જે ગરીબો ના મસીહા તરીકે જાણીતા છે. અને આ ત્રણેય તાલુકાઓમાં તેમના કામ બોલી રહ્યા છે. અર્ધી રાત્રી એ પણ ફોન ઉપાડી દરેક વ્યક્તિ ને દિલ થી સાંભળવા નો તેમનો મુખ્ય ઉદેશ રહ્યો છે.

(૩) ત્રીજા ક્રમે ભાજપાના હીરાલાલ રહેછે. જેવો માજી ધારાસભ્યછે અને સંસદીય સચિવ તરીકે સેવા આપી ચુક્યા છે. જેઓ પણ કોળી સમાજ ના પ્રમુખ છે. તેઓ ધાર્મિક વૃત્તિ ના છે. વધારે પડતી ધંધાકીય વ્યસ્તતા ને કારણે લોકસંપર્ક મા છેલ્લા વર્ષો મા ઘટાડો જણાવા પામ્યો. સત્યભાષી અને સાચા સલાહકાર કે તેમની નજીક રહેવા વાળી માર્ગદર્શક વ્યક્તિ ઓ માર્ગદર્શન આપવામાં ઉણા ઉતર્યા,

સાથે રહેવા વાળી વ્યક્તિ ઓ પોતાનોજ દબદબો જળવાઈ રહે, અને માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ ને વળગી રહ્યા, અને પોતાનોજ ઈગો હઠ જળવાઈ રહે.તેવી જ વેતરણમા રહ્યા, જેથી મિત્ર સર્કલ નો બહોળો વ્યાપ વધારવા મા પણ ખરા ના ઉતર્યા,

અને ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ ની હા મા હા મિલાવતા રહ્યા, અને તેઓના શૂર મા શૂર પુરાવ્યા કર્યા,

તેમજ મતદાતાઓ ને હીરાલાલ ના કોન્ટેકમાં જ આવવા દેવામાં નો આવ્યા,

 જેથી પ્રજાના સાચા લોકસેવક બનવાથી દુર રહ્યા,અને પ્રજાવિમુખ થયા. અને પ્રજા ભાઈ ના સુધી પોતાની આપવીતી કે વીતક કથા કે કોઈપણ કામગીરી રૂબરૂ મૂકી શકી કે રજૂ કરી શકી નહીં

(4) ચોથા ક્રમે આપ પાર્ટીના ભરત બળદાણીયા રહે છે.જેઓ પાંચાળી આહીર સમાજ માથી આવે છે. તેઓ પ્રથમ વાર જ રાજકીય ક્ષેત્રમા ડગ માંડતા પૈસે ટકે સાધારણ કુટુંબ માંથી છે. જે પોતાની પ્રચાર પસાર મા ઉણા ઉતર્યા અને પોતાનાજ સમાજ ના અને પોતાનાજ ગામના મતદારો ને રીજવવા સંપૂર્ણ પણે ઉણા ઉતર્યા હોય. જેથી કરીને માંડ પાંચ આંકડા ના મત મેળવવામાં સફળ રહેતો?

રિપોર્ટ. સંકલન. ભરતભાઈ ખુમાણ